બહુચર્ચિત ઉન્નાવ દુષ્કર્મ કેસમાં ભાજપે તેના ધારાસભ્ય કુલદીપ સેંગર વિરુદ્વ કડક પગલાં લીધા છે. BJPએ કુલદીપ સેંગરને પક્ષની બહારનો રસ્તો દેખાડ્યો છે. પાર્ટીમાંથી તેની હકાલપટ્ટી કરાઈ છે. આ સાથે કોંગ્રેસના નેતા પ્રિયંકા ગાંધીએ ભાજપ સામે નિશાન સાધ્યુ છે. પ્રિયંકાએ કહ્યુ કે, છેવટે ભાજપે તેની ભૂલ સ્વીકારી છે. ભાજપ ગુનેગારને બળ આપી રહી હતી. ભાજપની કાર્યવાહીનો શ્રેય પ્રિયંકા ગાંધીએ સુપ્રીમ કોર્ટને આપ્યો હતો. પ્રિયંકાએ કહ્યુ કે, કોર્ટે 'જંગલરાજ' પર ધ્યાન તો આપ્યુ !
કુલદીપ સેંગરની ભાજપમાંથી હકાલપટ્ટી, પ્રિયંકા ગાંધીએ ભાજપ પર કર્યો કટાક્ષ
નવી દિલ્હીઃ ભાજપે ઉન્નાવના ધારાસભ્ય અને બળાત્કારના આરોપી કુલદીપ સેંગરની પક્ષમાંથી હકાલપટ્ટી કરી છે. આ નિર્ણયની સાથે કોંગ્રેસને આડે હાથ લેવાનો મોકો મળ્યો છે. કોંગ્રેસના મહામંત્રી પ્રિયંકા ગાંધીએ કટાક્ષ કરતાં કહ્યુ છે કે, "આખરે ભાજપને સ્વીકારવું પડ્યુ કે, તેમણે એક ગુનેગારને પ્રોત્સાહન આપ્યુ હતું"
કુલદીપ સેંગરની ભાજપમાંથી હકાલપટ્ટી, પ્રિયંકા ગાંધીએ કર્યો કટાક્ષ
ગુરુવારે સુપ્રીમ કોર્ટે ઉન્નાવ કેસ મામલે કડક વલણ અખત્યાર કર્યુ હતું. કોર્ટે આદેશ આપ્યો છે કે, આ કેસની ટ્રાયલ 45 દિવસમાં પૂરી કરવાની રહેશે. તેમજ કેસની ઉત્તરપ્રદેશ કોર્ટમાંથી દિલ્હી કોર્ટમાં ટ્રાન્સફર કરાયો છે. સેંગર સામે દુષ્કર્મ ઉપરાંત પીડિતાની હત્યાનો પ્રયાસ કરવાનો આરોપ છે. કોર્ટે આ કેસમાં પીડિતાને 25 લાખ રુપિયાનું વળતર અને CRPF સુરક્ષા આપવાનો આદેશ કર્યો છે.
Last Updated : Aug 1, 2019, 9:40 PM IST