ગુજરાત

gujarat

ETV Bharat / bharat

મંચ પર પ્રિયંકા ગાંધીનું અનોખું રૂપ જોવા મળ્યું, સભામાં તલવાર ઉગામી - road show

ન્યૂઝ ડેસ્ક: લોકસભા ચૂંટણી 2019 માટે રાહુલ ગાંધીએ બહેન પ્રિયંકાને ઉત્તરપ્રદેશના મહાસચિવ બનાવ્યા છે. ત્યારે સ્વાભાવિક છે આ વખતે પ્રિયંકા ગાંધી દરેક જગ્યાએ જઈ કોંગ્રેસનો પ્રચાર પ્રસાર અને તાકાતનો પરચો આપી રહી છે.

ani

By

Published : Apr 26, 2019, 4:31 PM IST

લોકસભા ચૂંટણી માટે હવે ચોથા તબક્કા માટેનો પ્રચાર જોર શોરથી ચાલી રહ્યો છે, ત્યારે આજે કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી પણ યુપીના ગુરુસરાયમાં એક ચૂંટણી સભાને સંબોધવા પહોંચ્યા હતા. અહીં આ સભામાં તેનું અલગ જ રુપ જોવા મળ્યું હતું.

અહીં સ્થાનિક નેતાઓએ પ્રિયંકા ગાંધીનું સન્માન કર્યું તથા તેને એક તલવાર પણ ભેટમાં આપી હતી. અહીં મંચ પર જ પ્રિયંકા ગાંધીએ તલવાર ઉગામી હતી. અહીં આ જનસભા પહેલા પ્રિયંકા ગાંધીએ એક રોડ શૉ પણ કર્યો હતો. જે અસંખ્ય લોકો પણ તેની સાથે જોડાયા હતા.

જ્યારથી રાહુલ ગાંધીએ પ્રિયંકા ગાંધીની યુપીની જવાબદારી સોંપી છે ત્યારથી પ્રિયંકા દરેક સીટ પર જઈ પ્રચાર કરી છે.

ABOUT THE AUTHOR

...view details