દરેક પાર્ટીઓમાં આરોપ-પ્રત્યારોપ ચાલી રહ્યા છે. આજે પ્રતાપગઢથી પ્રિયંકા ગાંધીએ મોદી પર પ્રહારો કર્યા હતાં. તેમણે અહીં જનસભાને સંબોધન કરતા કહ્યું કે, મોદી જેવા એક દમ કાયર અને કમજોર વડાપ્રધાન મેં મારી જીંદગીમાં જોયા નથી.
મોદી કાયર અને નબળા વડાપ્રધાન છે: પ્રિયંકા ગાંધી - pm modi
ન્યૂઝ ડેસ્ક: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ આજે ઉત્તરપ્રદેશના પ્રતાપગઢમાં વડાપ્રધાન મોદી પર પ્રહારો કર્યા હતાં. તેમણે અહીં કહ્યું હતું કે, વડાપ્રધાન મોદી કાયર અને નબળા વડાપ્રધાન છે. લોકસભા ચૂંટણીનો પાંચમો તબક્કો પૂર્ણ થઈ ગયો છે હવે છઠ્ઠા તબક્કા માટે મતદાનને ચૂંટણી પ્રચાર ચાલું છે.
file
પ્રિયંકાએ કહ્યું કે, રાજનીતિક તાકાત પ્રચાર કરવાથી નથી આવતી ન તો ટીવી પર દેખાવાથી આવે છે. રાજનીતિક તાકાત તે હોય છે જેમાં જનતા સૌથી મોટી છે. જનતાની વાત સાંભળવી, તેમની સમસ્યાઓનો ઉકેલ લાવવો, આલોચના સાંભળવાની શક્તિ, વિપક્ષી પાર્ટીઓની વાત સાંભળવાની તાકાત તેમની પાસે હોવી જોઈએ.