પ્રિયંકા ગાંધીએ અતિથિગૃહમાં પાર્ટી કાર્યકર્તાઓ અને નેતા સાથે બેઠક યોજી હતી અને તેમની વાતને સાંભળી પણ હતી. પ્રિયંકા ગાંધીએ અલગ અલગ જિલ્લાના અધ્યક્ષો તથા સહાયકો સાથે વાતચીત કરી તેમનો ફિડબેક પણ લીધો હતો. આ તમામની સાથે સાથે એક વાતે પણ જોર પકડ્યું હતું જેમાં કાર્યકર્તાઓ 2022માં યુપીના મુખ્યપ્રધાન તરીકે પ્રિયંકા ગાંધીને જોવા માંગે છે.
2022ની યુપી ચૂંટણીમાં પ્રિયંકા ગાંધીને CM ઉમેદવાર બનાવવા માંગ
ન્યૂઝ ડેસ્ક: લોકસભા ચૂંટણી કોંગ્રેસની કારમી હાર બાદ પાર્ટી એક્શન મોડમાં આવી ગઈ છે. તો આ બાજુ યુપીમાં 2022માં યોજાનારી વિધાનસભા ચૂંટણીને ધ્યાને રાખી કોંગ્રેસના કાર્યકર્તાઓએ પાર્ટી મહાસચિવ પ્રિયંકા ગાંધીને મુખ્યપ્રધાનના ઉમેદવાર બનાવવાની માંગ કરી છે. જો કે, આ બાબતે પાર્ટી તરફથી કોઈ સત્તાવાર જાહેરાત કે નિવેદન આપવામાં આવ્યું છે.
file
અહીં આ બેઠકમાં કાર્યકર્તાઓ એકમત થઈ જણાવ્યું હતું કે, તેઓ યુપીમાં કોઈની પણ સાથે ગઠબંધન કરશે નહીં સાથે સાથે પાર્ટી નેતાઓ કહ્યું હતું કે, 12 સીટ પર વિધાનસભાની પેટા ચૂંટણીઓ પણ થવાની છે. જેમાં કોંગ્રેસ તમામ પ્રકારની તાકાતનો પરચો આપવા મહેનત કરશે.