ગુજરાત

gujarat

ETV Bharat / bharat

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શ્યામાપ્રસાદ મુખર્જીને જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ આપી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે ટ્વિટ કરીને ભારતીય જનસંઘના સ્થાપક શ્યામાપ્રસાદ મુખર્જીને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ આપી હતી.

etv bharat
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શ્યામા પ્રસાદ મુખર્જીની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ આપી

By

Published : Jul 6, 2020, 3:05 PM IST

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે ટ્વિટ કરીને ભારતીય જનસંઘના સ્થાપક શ્યામાપ્રસાદ મુખર્જીને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ આપી હતી. પીએમ મોદી સહિત ઘણા કેન્દ્રીય પ્રધાનો અને ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ પણ આ પ્રસંગે શ્યામાપ્રસાદ મુખર્જીને શ્રદ્ધાંજલિ આપી હતી.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શ્યામા પ્રસાદ મુખર્જીની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ આપી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કર્યું હતું કે, "ડો શ્યામાપ્રસાદ મુખર્જીની જન્મજયંતિ પર હું તેમને વંદન કરું છું. તે એક સાચા રાષ્ટ્ર ભક્ત હતા. તેમણે ભારતના વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી હતી. તેમણે દેશની એકતા માટે યોગદાન આપ્યું અને તેમના વિચાર કરોડા લોકોને પ્રેરિત કરે છે."

ડો. શ્યામાપ્રસાદ મુખર્જીનો જન્મ 6 જુલાઈ 1901ના રોજ કોલકાતામાં થયો હતો. તેમણે જવાહરલાલ નહેરુથી અલગ થયા પછી 1951માં ભારતીય જનસંઘની સ્થાપના કરી હતી.

તે સમયે કાશ્મીરમાં બે વડાપ્રધાનની નીતિનો વિરોધ કર્યો હતો. જમ્મુ-કાશ્મીરમાં શ્યામા પ્રસાદ મુખર્જીએ કલમ 370નો પણ વિરોધ કર્યો હતો. તેઓએ એક દેશમાં બે કાયદા, એક દેશમાં બે નિશાન, એક દેશમાં બે સંવિધાન નહીં ચાલે તેવા સૂત્રો આપ્યા હતા.

ABOUT THE AUTHOR

...view details