ઐતિહાસિક જીત બાદ મોદીએ 'પ્રણવ દા' સાથે કરી મુલાકાત - congress
2019-05-28 13:15:03
મોદીએ 'પ્રણવ દા' સાથે કરી મુલાકાત
ન્યૂઝ ડેસ્ક: ઐતિહાસિક જીત બાદ વડાપ્રધાન મોદીએ આજે દિલ્હીમાં પૂર્વ રાષ્ટ્રપતિ પણર્વ મુખરજી સાથે મુલાકાત કરી છે. નોંધનીય છે કે, PM મોદી પરિણામ બાદ વતન ગુજરાતમાં જઈને હિરા બાના આર્શીવાદ લીધા હતા.
બીજી તરફ ગઈ કાલે ઉત્તર પ્રદેશના વારાણસીમાં કાશીવિશ્વનાથ મંદિરમાં પૂજા કરી હતી. ઉલ્લેખનીય છે કે લોકસભાની ચૂંટણીમાં ભાજપને 303 બેઠકો મળી છે. ભાજપના ગઠબંધન NDAને 353 બેઠકો મળી છે. વડાપ્રધાન મોદી 30મી મેના રોજ શપથ લેશે.