ગુજરાત

gujarat

ETV Bharat / bharat

વડાપ્રધાન મોદી ફ્રાન્સમાં, પેરિસમાં ભારતીય લોકોને સંબોધન કર્યું

પેરિસ: વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફ્રાન્સની રાજધાની પેરિસમાં ભારતીય લોકોને સંબોધન કરી રહ્યા છે. મોદી UNESCO હેડ ક્વાર્ટરમાં છે. વડાપ્રધાન મોદીના સંબોધન પૂર્વે અહીં એક સ્મારકનું ઉદ્ધાટન કરવામાં આવ્યું હતું.આ સ્મારક એર ઈન્ડીયના બે દુર્ઘટનાગ્રસ્ત વિમાનોની યાદમાં બનાવવામાં આવ્યું હતું. જેનું ઉદ્ધાટન વડાપ્રધાન મોદીના હસ્તે કરવામાં આવ્યું છે. આ વિમાન દુર્ઘટનામાં હોમી જહાંગીર ભાભાનું નિધન થયું હતું.

twitter

By

Published : Aug 23, 2019, 4:16 PM IST

વડાપ્રધાન મોદીએ ભારતીય લોકોને સંબોધન કરતા જણાવ્યું હતું કે, જ્યારે ફ્રાંન્સે ફૂટબોલ વિશ્વ કપ જીત્યો ત્યારે ભારતમાં પણ જશ્નનો માહોલ હતો.તેમણે અહીં ભારત અને ફ્રાન્સની મિત્રતાની વાત કરી હતી. આ મેમોરિયલ ભારત અને ફ્રાન્સની મિત્રતાનું પ્રતિક છે.

pm modi twitter

વધુમાં વડાપ્રધાને જણાવ્યું હતું કે, મોટા ભાગે નેતાઓ વચન આપી ભૂલી જતાં હોય છે, પણ હું એમા નથી આવતો. મેં કહ્યું હતું કે, ભારત આશાઓ અને આકાંક્ષાઓ લઈ લાંબી સફર પર નિકળવાનો છે. 130 કરોડ ભારતીયના સામૂહિક પ્રયાસોથી આગળ વધી રહ્યા છે.

pm modi twitter

ભારતમાં પોતાની બીજી ટર્મની સરકાર બન્યા બાદ મોદી સરકારે જે રીતે સંસદ અને સડક પર કામ કરી બતાવ્યું છે, તેના વખાણ કર્યા હતાં. સરકાર દ્વારા જે પણ કામ કરવામાં આવ્યા હતાં તેની વાત વડાપ્રધાન મોદીએ અહીં કરી હતી.

pm modi twitter

વડાપ્રધાન મોદીએ અહીં ફ્રાન્સ અને ભારત વચ્ચે થયેલા કરારનો પણ ઉલ્લેખ કર્યો હતો.

pm modi twitter

તેમણે અહીં Social Infra, Technical Infra, Space Infra , Digital Infra, Defence Infraના કરાર વિશેનો પણ ઉલ્લેખ કરતા હર્ષની લાગણી અનુભવી હતી.

ABOUT THE AUTHOR

...view details