ગુજરાત

gujarat

ETV Bharat / bharat

વડાપ્રધાન મોદી પાસે છે 2.51 કરોડની સંપતિ - assets worth

વારાણસી: વડાપ્રધાન મોદીએ શુક્રવારે વારાણસીથી લોકસભા ચૂંટણી માટે નામાંકન ભર્યું છે. તેમની પાસે કુલ 2.51 કરોડની સ્થાવર અને જંગમ મિલકત છે.

ians

By

Published : Apr 26, 2019, 8:53 PM IST

વડાપ્રધાન મોદીએ આપેલા એફિડેવીટ પ્રમાણે તેમની પાસે 2.51 કરોડની સંપતિ છે જેમાં 1.41 કરોડની સંપતિ સ્થાવર છે તથા 1.1 કરોડની સંપતિ જંગમ છે.

વડાપ્રધાન મોદી પાસે 31 માર્ચ 2019 સુધી કુલ 38750 રૂપિયા રોકડા હતા. વિતેલા પાંચ વર્ષો પ્રમાણે જોઈએ તો પોતાની વાર્ષિક આવકમાં વડાપ્રધાન મોદીએ અનુક્રમે 19.92 લાખ(2018), 14.59 લાખ(2017), 19.23 લાખ(2016), 8.58 લાખ(2015), 9.64 લાખ(2014) પ્રમાણે જાહેર કરી છે.

વડાપ્રધાન મોદીની આવકનો સ્ત્રોત મુખ્યત્વે સરકારમાંથી મળતું વેતન તથા આ વેતનનું બેંકમાંથી આવતું વ્યાજ છે.

એફિડેવીટમાં જણાવ્યા પ્રમાણે વડાપ્રધાન મોદી વિરુદ્ધ હાલમાં એક પણ ગુનાહિત કેસ નોંધાયેલો નથી.

ABOUT THE AUTHOR

...view details