શનિવારે PM મોદી બે દિવસીય ભૂટાનના પ્રવાસે છે. એરપોર્ટ પર વડાપ્રધાન મોદીના સ્વાગત માટે ભૂટાનના PM લોટે શેરિંગ પણ પહોંચ્યા હતા. વડાપ્રધાન મોદીનું એરપોર્ટ પર ગાર્ડ ઓફ ઓનર દ્વારા સન્માનિત પણ કરવામાં આવ્યું હતું. ભૂટાનમાં નરેન્દ્ર મોદીના આ પ્રવાસને ખૂબ જ મહત્વનો માનવામાં આવી રહ્યો છે. આ સાથે જ વડાપ્રધાન મોદી ભૂટાનની મુલાકાત દરમિયાન અનેક કાર્યક્રમોમાં પણ ભાગ લેશે. આ પ્રવાસ દરમિયાન ભારત અને ભૂટાનના સંબંધો પર ભાર મુકવામાં આવ્યો છે.
વડાપ્રધાન મોદી પહોંચ્યા ભૂટાન, PM લોટે શેરિંગે એરપોર્ટ પર કર્યું સ્વાગત - ભૂટાન યાત્રા
નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસીય ભૂટાનના પ્રવાસે છે. PM મોદીની આ ભૂટાન યાત્રાને લઇ બંને દેશોની વચ્ચે ભાગીદારીને વધુ મજબુત કરવાની દિશામાં નિરંતર પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. મહત્વનું છે કે, PM મોદીનો ભૂટાનનો આ બીજો પ્રવાસ છે પણ ફરીથી વડાપ્રધાન પદ તરીકે કાર્યભાર સંભાળ્યા બાદનો આ બીજો પ્રવાસ છે.
વડાપ્રધાન મોદી ભૂટાનના પ્રવાસે
ઉલ્લેખનીય છે કે, બંને દેશો વચ્ચે મહત્વના દસ્તાવેજો પર હસ્તાક્ષર પણ કરવામાં આવશે. વડાપ્રધાન મોદી સતત બીજી વખત દેશના વડાપ્રધાન તરીકેનો કાર્યભાર સંભાળ્યા બાદ પહેલીવાર ભૂટાનના પ્રવાસે છે. મોદી આ પ્રવાસ દરમિયાન બંને દેશો વચ્ચેના 10 MOU પર હસ્તાક્ષર કરશે. ભૂટાનમાં ભારતની રાજદૂત રૂચિરા કુમારના કહેવા પ્રમાણે 10 MOU ઉપરાંત પાંચ અન્ય પરિયોજનાઓનું પણ લોકાર્પણ કરશે. એ ઉપરાંત રૂપે કાર્ડ પણ લૉન્ચ કરશે.