વિવિધ ક્ષેત્રમાં ઉત્તમ કામગીરી કરવાના કારણે સરકાર દ્વારા દર વર્ષે પદ્મ પુરસ્કારથી સન્માનિત કરે છે. આ વર્ષે પણ શનિવારે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે દેશને ગૌરવ અપાવનાર લોકોને પુરસ્કાર આપી સન્માન કર્યું હતું. તો એક નજર કરીએ આ કાર્યક્રમ પર...
ભારતીય તિરંદાજ મહિલા ખેલાડી બોમ્બાયલા દેવી લૈશરામને પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા. વર્ષ 2007માં બોમ્બાયલા દેવીએ આંતરરાષ્ટ્રીય લેવલે સ્પર્ધામાં ભાગ લીધો હતો. તેમણે ઓલ્મપિકમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યુ હતુ. બોમ્બાયલા મૂળ મણિપુરની રહેવાસી છે. તેણે પોતાની કારકિર્દીની શરુઆત 1997માં કરી હતી.
ભારતીય ફુટબોલ ટીમના કેપ્ટન સુનીલ છેત્રીને પદ્મશ્રી મળ્યો છે. જેમણે પોતાની રમતથી દેશને ગૌરવ અપાવ્યુ અને ભારતમાં ફુટબોલના દર્શકોની સંખ્યા પણ વધારી છે. હાલના સમયમાં સુનીલ છેત્રીનું નામ વિશ્વના પ્રખ્યાત ફુટબોલ ખેલાડી ક્રિસ્ટિયાનો રોનાલ્ડો પછી અને લિયોનલ મેસી બરાબર આવે છે.