આ ઘટનાની તપાસ કરી રહેલા એડીજી અજય આનંદનું કહેવું છે કે, મનીષ શર્મા જો દરવેશના સાથી વકિલ હતા, તેણે ગોળી મારી છે. જેને લઈ તેનું મોત થયું છે. મનીષે દરવેશને ત્રણ ગોળી મારી હતી. મનીષે દરવેશને ગોળી માર્યા બાદ પોતાની જાતને પણ ગોળી મારી દીધી હતી. આ ઘટનામાં મનીષ પણ ખરાબ રીતે ઘાયલ થયો હતો. ત્યાર બાદ તેને હોસ્પિટલમાં ભરતી કરાયો હતો જ્યાં તેનું મોત થઈ ગયું હતું.
આગરામાં ખુલ્લેઆમ યુપી બાર કાઉંસિલ અધ્યક્ષની ગોળી મારી હત્યા - murder
ન્યૂઝ ડેસ્ક: ઉત્તરપ્રદેશના આગરામાં યુપી બાર કાઉંસિલના અધ્યક્ષ દરવેશ યાદવની ગોળી મારી જાહેરમાં હત્યા કરી નાખી છે.આ ઘટનામાં આરોપી તેનો સાથે વકિલ હતો. પોલીસ આ મામલે આગળની તપાસ ચલાવી રહ્યા છે.
file
આ ઘટના બાદ કચેરીમાં અફરા તફરીનો માહોલ બની ગયો હતો. લોકોના જણાવ્યા અનુસાર મનીષે વકિલના સમારોહમાં વચ્ચે જ પિસ્તોલ નિકાળી બાર કાઉંસિલ પર નિશાન લગાવી ગોળીઓ ધરબી દીધી હતી. આ ઘટના બાદ તુરંત જ તેનું મોત થઈ ગયું હતું. જાણવું મળ્યું છે કે, આ બંને એક સાથે જ ચેંમ્બરમાં બેસતા હતાં.એક સાથે જ બંનેને બાર કાઉંસિલનું સભ્યપદ મળ્યું હતું.
આ ઘટના બાદ બાર કાઉંસિલના સભ્યોએ સુરક્ષાની માંગ કરી છે તથા દરવેશના પરિવારને 50 લાખ આપવાની પણ સાથે સાથે માંગ કરી છે.