જસ્ટિસ રંજન ગોગોઈ અયોધ્યા મામલે, રાફેલ ડીલ, સબરીમાલા મંદિર અને સરકારી જાહેરાતોમાં નેતાઓના ફોટો પ્રકાશિત કરવા પર પ્રતિબંધ જેવા મામલા પર ચૂકાદો આપવા માટે હંમેશા યાદ કરવામાં આવે છે.
પૂર્વ CJI રંજન ગોગોઈ જશે રાજ્યસભા, રાષ્ટ્રપતિએ કર્યા નામાંકિત
વૈશ્વિક સ્વતંત્રતાના પક્ષકાર રહેલા જસ્ટિસ ગોગોઈને સુપ્રીમ કોર્ટમાં અંદાજે 7 વર્ષ સુધી સેવા આપી છે. જેમાં મુખ્ય ન્યાયાધીશ 1 વર્ષથી વધુ સમયનો કાર્યભાળ પણ સામેલ છે. ગત્ત 17 નવેમ્બરના સેવાનિવૃત થયેલા ભારતના મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઈને છેલ્લી વખત 15 નવેમ્બરના રોજ સુપ્રીમ કોર્ટમાં બેચની અધ્યક્ષતા કરી હતી. અંદાજે 13 મહિના સુધી ચીફ જસ્ટિસ રહેલા ગોગોઈએ રિટાયરમેટ પહેલા ઔતિહાસિક ચૂકાદા આપ્યા હતા.
18 નવેમ્બર 1954ના રોજ જન્મેલા રંજન ગોગોઈએ વર્ષ 1978માં વકીલ તરીકે તેમના કરિયરની શરૂઆત કરી હતી. રંજન ગોગોઈએ શરૂઆતમાં ગુવાહાટી હાઈકોર્ટમાં વકીલાત કરી હતી. તેમને સંવૈધાનિક, ટૈક્સેશન અને કંપની મામલામાં દિગ્ગજ વકીલ માનવામાં આવતા હતા. આ સિવાય તેમને 28 ફેબ્રુઆરી 2001 ગુવાહાટી હાઈકોર્ટ સ્થાયી ન્યાયમૂર્તિ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. 9 સપ્ટેમ્બર 2010ના તેમની બદલી પંજાબ અને હરિયાણા હાઈકોર્ટમાં કરવામાં આવી હતી.
આ સિવાય 12 ફેબ્રુઆરી 2011ના તેમને પંજાબ અને હરિયાણા હાઈકોર્ટના ચીફ જસ્ટિસ બનાવવામાં આવ્યા હતા. 23 એપ્રિલ 2012ના તેમને પ્રોમોટ કરવા સુપ્રીમ ક્રોટના ન્યાયમૂર્તિ બનાવાયા હતા. જ્યારે દીપક મિશ્રા ચીફ જસ્ટિસ પદ પરથી રિટાયર થયા હતા. તેમના સ્થાને રંજન ગોગોઈને ચીફ જસ્ટિસ બનાવાયા હતા.