ગુજરાત

gujarat

ETV Bharat / bharat

જૂનાગઢમાં શિવરાત્રીનાં મેળાની તૈયારીઓ શરૂ - junagadh

જૂનાગઢઃ આગામી શિવરાત્રીના મેળાને આવકારવા વિદ્યાર્થીનીઓ શહેરના જાહેર માર્ગોની દીવાલ પર ભગવાન શિવના અલગ-અલગ ચિત્રો દોરીને ધાર્મિક એકતાનું અનોખું ઉદાહરણ પૂરું પાડી રહી છે.

junagadh

By

Published : Feb 13, 2019, 2:37 PM IST

જૂનાગઢના ભવનાથ વિસ્તારમાં પ્રથમ વખત મીની કુંભ મેળાનું આયોજન થઇ રહ્યું છે. આ મેળાને આવકારવા માટે શહેરની સરકારી કન્યા વિદ્યાલયની વિદ્યાર્થીનીઓ શહેરના જાહેર માર્ગો પર આવેલી દીવાલો પર શિવરાત્રી અને મીની કુંભમેળાને લઈને શિવના અનોખા અને આકર્ષક ચિત્રો બનાવીને જૂનાગઢ શહેરને શિવમય બનાવવા મથી રહી છે.

જુઓ વિડીયો

જેમાંની 2 વિદ્યાર્થીની લઘુમતી સમાજમાંથી પણ આવે છે, જયારે શિવરાત્રીના મેળાને લઈને ચિત્રો બનાવવાની વાતો શાળામાં થતા આ બન્ને વિદ્યાર્થિનીએ પણ ભગવાન શિવના ચિત્રો બનાવવા માટે પહેલ કરીને માત્ર ધર્મના નામે રાજકારણ ચલાવતા અને મંદિર મસ્જિદના નામે સભ્ય સમાજમાં બે ભાગ પડાવી રહેલા દરેક તત્વોને આ વિદ્યાર્થીનીઓએ ગાલે સણસણતો તમાચો મારીને કોમી એકતાનું આદર્શ અને અનુકરણીય ઉદાહરણ પૂરું પાડ્યું છે, એક તરફ ધર્મના નામે વિભાજન કરાવનાર તત્વો છે તો બીજી તરફ બે ધર્મને જોડીને એક માનવ ધર્મની વાતને આગળ વધારતી આ વિદ્યાર્થીનીઓ અભિનંદનને પાત્ર છે.

ABOUT THE AUTHOR

...view details