ગુજરાત

gujarat

ETV Bharat / bharat

અમતિ શાહ કરશે રાજ્યોના નેતાઓ સાથે બેઠક, પાર્ટી અધ્યક્ષ માટે કવાયત શરૂ - party president

ન્યૂઝ ડેસ્ક: અમિત શાહ 13 અને 14 જૂનના રોજ તમામ રાજ્યોના નેતાઓ સાથે એક મહત્વપૂર્ણ બેઠક યોજવા જઈ રહ્યા છે જેમાં ભારતીય જનતા પાર્ટીના આગામી અધ્યક્ષની વરણી થાય તેવી સંભાવના જણાઈ રહી છે. અહી આ બેઠકમાં પાર્ટી અધ્યક્ષના નામની ચર્ચા પર સહમતી લેવામાં આવશે.

file

By

Published : Jun 9, 2019, 2:56 PM IST

આપને જણાવી દઈએ કે, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે અમિત શાહ આ વર્ષની શરૂઆતમાં જ તેમનો કાર્યકાળ ખતમ થઈ ગયો હતો પણ લોકસભા ચૂંટણીને ધ્યાને રાખી તેમને વધુ છ મહીના માટે રાખવામાં આવ્યા હતાં. ભાજપના અનેક મોટા દિગ્ગજોનું માનવું હતું કે, ગૃહમંત્રી બન્યા બાદ અમિત શાહ અધ્યક્ષ પદેથી રાજીનામું આપી દેશે. જો કે, પાર્ટી તરફથી આ અંગે હજૂ કોઈ પણ પ્રકારનું નિવેદન સામે આવ્યું નથી.

ABOUT THE AUTHOR

...view details