ધર્મશાળા: કોરોના વાઇરસથી સમગ્ર વિશ્વ ચિંતિત છે. તે જ સમયે, બૌદ્ધ ધર્મગુરુ દલાઈ લામાએ આ રોગચાળા દરમિયાન કહ્યું છે કે, ફક્ત પ્રાર્થના કરવી તે પૂરતું નથી, જ્યાં સુધી શક્ય હોય ત્યાં સુધી તમામ લોકોએ તેમની જવાબદારીઓ નિભાવવી પડશે.
કોરોનાને હરાવવા, ફક્ત પ્રાર્થના નહીં પરંતુ ફરજો પણ અદા કરો: દલાઈ લામા - દલાઈ લામા ન્યૂઝ
દલાઈ લામાએ કહ્યું કે, આ માહામારી એક ચેતવણી છે, જે આપણને શીખવી રહી છે કે આપણે આ પડકારનો સામનો કરી શકીશું. આપણે એ પણ યાદ રાખવું જોઈએ કે કોઈ પણ વ્યક્તિ દુખથી મુક્ત નથી. તેથી જેમની પાસે ઘર નથી, જીવન નિર્વાહ અને કુટુંબ પાસે કમાવવાની સાધાન નથી તેમને વધુને વધુ સહાય કરવી પડશે.
બૌદ્ધ ધર્મગુરુ દલાઈ લામાએ કહ્યું કે, મારા મિત્રો બધી સમસ્યાઓ દૂર કરવા માટે તેમની જાદુઈ શક્તિનો ઉપયોગ કરવા મારી સાથે વાત કરે છે. હું હંમેશાં તેને કહું છું કે દલાઈ લામા પાસે કોઈ જાદુઈ શક્તિ નથી. જો જાદુઈ શક્તિઓ હોત તો મારા પગમાં દુખાવો અને ગળામાં બળતરા ન હોત. આપણે બધા સરખા છીએ. ડર, આશા અને અનિશ્ચિતતાઓ સમાનરૂપે પણ અનુભવ થાય છે.
દલાઈ લામાએ કહ્યું કે, આ સંકટ આપણને જણાવી રહ્યું છે કે આપણે અલગ હોવા છતા પણ આપણે એક બીજાથી અલગ નથી. જેથી આપણી સહુની ફરજ છે કે આપણે બીજાઓને કરુણાથી મદદ કરીએ. મેં મારા જીવનકાળમાં ઘણા યુદ્ધો અને ભયંકર જોખમોનો અંત આવતો જોયો છે. તે જ રીતે આ વાઇરસનો પણ અંત આવશે.