આ ઘટના પાંચ જૂલાઈ 2005ની સવારે નવ કલાકને 15 મિનિટ અયોધ્યા સ્થિત રામ મંદિર પરિસરની છે. આ ઘટનાને પાંચ આતંકીઓ સફળ બનાવી હતી. જેમનો ઉદ્દેશ્ય બાબરી મસ્જિદનો બદલો લેવાનો હતો.
અયોધ્યા: રામ જન્મભૂમિ આતંકી હુમલામાં 4ને આજીવન કેદની સજા - Prayagraj Special Court
ન્યૂઝ ડેસ્ક: વર્ષ 2005માં અયોધ્યામાં રામ જન્મભૂમિ પરિસરમાં થયેલા હુમલામાં કોર્ટે આજે 4 આરોપીને આજીવન કારાવાસની સજા ફટકારી છે. સાથે સાથે એક આરોપીને પ્રયાગરાજની સ્પેશિયલ કોર્ટે નિર્દોષ છોડી દીધો છે. આપને જણાવી દઈએ કે, ગત 11 જૂને સુનાવણી થયા બાદ કોર્ટે નિર્ણય 18 તારીખે આપવાની જાહેરાત કરી હતી. કોર્ટે તમામ પક્ષને સાંભળ્યા બાદ આ નિર્ણય પર આવ્યા હતાં.
file
પોલીસ દ્વારા લગાવેલા આરોપ મુજબ આ ઘટનામાં બે સંપ્રદાય વચ્ચે સાંપ્રદાયિક સૌહાર્દ ખરાબ કરવાના ઈરાદ સાથે આ ઘટનાને અંજામ આપ્યો હતો. આ હુમલામાં પાંચ આતંકીઓ રામ મંદિર પરિસરમાં બેરીકેટીંગ તોડી નાખી હતી. આ ઘટના બાદ પાંચ આતંકીઓને ઠાર કરી દેવામાં આવ્યા હતાં. આ ઘટનામાં બે નાગરીકોના પણ મોત થયા હતાં.