ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ગાંધી મેદાનમાં નીતિશનું મૌન, પ્રશાંતનું ટ્વીટ રૂપી મેણું - હિંસા

પ્રશાંત કિશોરે JDU કાર્યકર સંમેલન દરમિયાન ભાષણમાં દિલ્હી હિંસા અંગે કોઈ ઉલ્લેખ ન કરવા બદલ મુખ્યપ્રધાન નીતિશ કુમારની ટીકા કરી હતી.

નીતીશ કુમારે ભાષણમાં દિલ્હી હિંસા અંગે કોઈ ઉલ્લેખ ન કરતા પ્રશાંત કિશોરનું મેણુ
નીતીશ કુમારે ભાષણમાં દિલ્હી હિંસા અંગે કોઈ ઉલ્લેખ ન કરતા પ્રશાંત કિશોરનું મેણુ

By

Published : Mar 3, 2020, 12:27 PM IST

પટના: ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોરે જેડીયુ કાર્યકર સંમેલન દરમિયાન ભાષણમાં દિલ્હી હિંસા અંગે કોઈ ઉલ્લેખ ન કરવા બદલ મુખ્ય પ્રધાન નીતિશ કુમારની ટીકા કરી હતી. પટનાના ગાંધી મેદાનમાં રવિવારે જેડીયુ કાર્યકર્તાના સંમેલન દરમિયાન દોઢ કલાકથી પણ વધારે સમયના ભાષણમાં દિલ્હીમાં થયેલી હિંસાનો નીતિશ કુમારે કોઇ પણ જાતનો ઉલ્લેખ ન કરતા પ્રશાંત કિશોરે સોમવારે ટ્વીટ કરીને ટીકા કરી હતી.

આ રેલીમાં ઓછા લોકોના એકઠા થવાની ઘટના અંગે પ્રશાંત કિશોરે જણાવ્યું હતું કે, પટનામાં જેડીયુ કાર્યકરોની એક વિશાળ રેલીને સંબોધન કરતા નીતિશ કુમારે 200 બેઠક જીતવાનો દાવો કર્યો હતો, પરંતુ નીતિશ કુમારે એ ન કહ્યું કે, 15 વર્ષનું શાસન હોવા છતાં પણ બિહાર હજુ પણ દેશનું સૌથી પછાત અને ગરીબ રાજ્ય કેમ છે?

તે દરમિયાન જેડીયુના નેતા અને રાજ્ય પ્રધાન અશોક ચૌધરીએ જેડીયુ કાર્યકર્તાઓની સંમેલનમાં ઓછી ભીડને લઇને વિપક્ષ પર કટાક્ષ કરતા કહ્યું હતું કે, 'આ જાહેર સભા નહોતી, પરંતુ કાર્યકરોની બેઠક હતી, જેટલી અમારી અપેક્ષા હતી, તેનાથી વધુ લોકો હાજર રહ્યાં હતાં. તેમ છતાં અમે સ્વીકારીએ છીએ કે, વ્યવસ્થામાં કેટલીક ખામીઓ હતી. JDU નેતાએ વધુમાં કહ્યું હતુ કે, 'ડોમની વ્યવસ્થા કરવી જોઇતી હતી. કારણ કે તડકાને લઇ લોકો ખુલ્લામાં ઊભા રહેવામાં અસ્વસ્થતા અનુભવી રહ્યાં હતાં.

ABOUT THE AUTHOR

...view details