ગુજરાત

gujarat

ETV Bharat / bharat

સાધ્વી પ્રજ્ઞાનું વધું એક વિવાદીત નિવેદન, બાબરી મસ્જિદ તોડવા પર ગર્વ છે - statment

ન્યૂઝ ડેસ્ક: ભોપાલ લોકસભા સીટ પરથી ભાજપ ઉમેદવાર સાધ્વી પ્રજ્ઞાનું વધું એક વિવાદીત નિવેદન આવ્યું છે. તેણે કહ્યું હતું કે, બાબરી મસ્જિદ તોડવામાં તેણે પૂરો સાથ આપ્યો હતો. સાથે સાથે તેણે કહ્યું હતું કે, રામ મંદિર બનાવવા પૂરો સહયોગ કરશે તથા આવું કરતા તેને કોઈ રોકી નહીં શકે.

ians

By

Published : Apr 21, 2019, 12:08 PM IST

સાધ્વી પ્રજ્ઞાએ કહ્યું હતું કે, તે ફક્ત બાબરી મસ્જિદ પર ચડી નહોતી પણ તેને પાડવામાં મદદ પણ કરી હતી.

પ્રજ્ઞાએ બાબરી મસ્જિદ પર વધું જાણકારી આપતા કહ્યું કે, મેં બાબરી મસ્જિદ પર ચડી તેને તોડી હતી, મને ગર્વ છે કે ઈશ્વરે મને આવો મોકો આપ્યો અને શક્તિ આપી કે, હું આવું કામ કરી શકી. હવે ત્યાં જ રામ મંદિર બનાવશે.

તેણે આગળ કહ્યું હતું કે, હું ત્યાં જઈશ અને રામ મંદિર નિર્માણમાં મદદ કરીશ, અમને આવું કરતા કોઈ રોકી શકશે નહીં, રામ રાષ્ટ્ર છે, રામ રામ છે.

સાધ્વીના આવા નિવેદન પર ચૂંટણી પંચે તેને નોટીસ ફટકારી છે તથા જવાબ આપવા જણાવ્યું છે. આ અંગે સાધ્વીએ કહ્યું હતું કે, હું તેનો કાયદાકીય રીતે જવાબ આપીશ.

ABOUT THE AUTHOR

...view details