ભાજપમાં જોડાયા બાદ સાધ્વીએ કહ્યું હતું કે, હું ચૂંટણી લડીશ અને જીતીને બતાવીશ. મને કોઈ જ સમસ્યા નથી, હું ધર્મ પર ચાલું છું.મારી સાથે જે પણ થયું છે તે બતાવીશ. આપને જણાવી દઈએ કે, આ સીટ પર કોંગ્રેસ દિગ્વિજય સિંહને મેદાનમાં ઉતાર્યા છે.
ભોપાલથી સાધ્વી પ્રજ્ઞા ભાજપમાંથી ચૂંટણી લડશે, દિગ્વિજય સિંહને ટક્કર આપશે - lok sabha election
ન્યૂઝ ડેસ્ક: મધ્યપ્રદેશની ભોપાલ સીટ પર ભાજપમાંથી સાધ્વી પ્રજ્ઞા સિંહનું ચૂંટણી લડવાનું નક્કી થઈ ગયું છે. બુધવારે સાધ્વી પ્રજ્ઞા ભાજપમાં સામેલ થઈ ગયા છે. અહીં સાધ્વી પ્રજ્ઞા પૂર્વ મુખ્યપ્રધાન શિવરાજ સિંહની હાજરીમાં ભાજપમાં જોડાયા હતા. ભાજપે આજે મધ્યપ્રદેશની ચાર સીટ માટે નામ જાહેર કરી દીધા છે જેમાં સાધ્વી પ્રજ્ઞાનું નામ ભોપાલ સીટ પર ફાઈનલ થઈ ગયું છે.
twitter
સાધ્વી પ્રજ્ઞા મધ્યપ્રદેશમાં એક મધ્યમવર્ગીય પરિવારમાં જન્મી છે. પરિવારને ધ્યાને રાખી તેણે વિહિપમાં સામેલ થવાનું નક્કી કર્યું હતું. બાદમાં તેણે સંન્યાસ લઈ લીધો હતો. 2008માં માલેગાવ બોમ્બ બ્લાસ્ટમાં શંકાના આધારે તેમની ધરપકડ કરવામાં આવી હતી. હાલમાં તે દોષમુક્ત છે.
આપને જણાવી દઈએ કે, ભોપાલ સીટ પર 12 મેના રોજ મતદાન થશે તથા 16 એપ્રિલથી નામાંકન પ્રક્રિયા શરૂ થશે.
Last Updated : Apr 17, 2019, 5:00 PM IST