કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ચૂંટણી પહેલા એક મોટી જાહેરાત કરી છે. તેમણેજણાવ્યું કે, તેમની સરકાર બનશે તો દેશના 20 ટકા ગરીબોને દર વર્ષે 72 હજાર રૂપિયા આપવામાં આવશે. રાહુલે વધુમાં જણાવ્યું કે, લઘુતમ આવકની રેખા 12,000 રૂપિયા મહીના હશે. તેમાં પણ 12,000 પ્રતિ મહીનાની લઘુતમ આવકની ગેરંટી હશે. રાહુલ ગાંધીએ પ્રેસ કોન્ફરન્સમાં આ યોજનાનો કેવી રીતેલાભ મળશે તે અંગે પણ જણાવ્યું હતું.
રાહુલ ગાંધીએ જણાવ્યું કે, દેશના 20મી સદીના લોકોને બેંક એકાઉન્ટમાં પૈસા પહોંચાડીને આ યોજનાનો સીધો લાભ મળશે. આ યોજના હેઠળ દેશના 5 કરોડ કુટુંબ એટલે કે 25 કરોડ લોકોને ફાયદો થશે. આ સ્કીમનું નામ 'ન્યાય ફોર ઇન્ડિયા' આપવામાં આવ્યું છે. આ સ્કીમનો હેતુ બધા વ્યક્તિની આવક 12,000 રૂપિયા સુધી પહોંચાડવાનો છે.