અગાઉની વાત કરીએ તો અમુક અપવાદ બાદ કરતા અહીં કોંગ્રેસનું જ પ્રભુત્ત્વ રહેલું છે. અહીં કોંગ્રેસ 2 તેમજ ભાજપ 5 વિધાનસભા બેઠક ધરાવે છે. ખેડા લોકસભા બેઠકમાં ખેડા જીલ્લાના માતર, નડિયાદ, મહેમદાવાદ, ઠાસરા, મહુધા અને કપડવંજ તેમજ અમદાવાદ જીલ્લાની દસ્ક્રોઈ અને ધોળકા વિધાનસભા વિસ્તારોનો સમાવેશ થાય છે.
મતદારોની સંખ્યા....
અહીં ચરોતરમાં 10,54,494 પુરૂષ મતદારો 9,86,411 સ્ત્રી મતદારો તથા 82 અન્ય મતદારો મળીને કુલ 20,40,987 મતદારો છે.
ખેડા લોકસભા બેઠક પર ક્ષત્રિય મતદારો મુખ્ય નિર્ણાયક પરિબળ છે. જયાં ક્ષત્રિય મતદારોનો ઝોક શરૂઆતથી કોંગ્રેસ તરફી હોવાનું જોવા મળે છે. પરંતુ ગત લોકસભા ચૂંટણીના પરિણામોથી ક્ષત્રિય મતદારો વિકાસના મુદ્દા તરફ વળ્યાં હોવાનું દેખાઈ આવે છે.
ગત લોકસભા ચૂંટણીમાં ખેડા બેઠક પર ભાજપના દેવુસિંહ ચૌહાણનો 2,32,901 મતોની લીડથી વિજય થયો હતો. ગત પાંચ ટર્મથી સીટ પર સતત જીતતા આવતા કોંગ્રેસના દિનશા પટેલને 3,35,334 મત મળ્યા હતા. જયારે ભાજપના દેવુસિંહ ચૌહાણને 5,68,235 મત મળ્યા હતા.