ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ખોટા સમાચારો વિરુદ્ધ વિવિધ દેશોએ કરેલી નીતિ વિષયક પહેલ

17-11-2020ના રોજ સુપ્રિમ કોર્ટે ખોટા સમાચારો વિરુદ્ધ કરાયેલી વ્યવસ્થા અંગે સ્પષ્ટતા કરવા કેન્દ્ર સરકારને જણાવ્યું હતું. તો આવો આપણે જોઇએ કે જૂઠા સમાચારો વિરુદ્ધ વિવિધ દેશો દ્વારા શરૂ કરાયેલી નીતિ વિષયક પહેલ.

ખોટા સમાચારો વિરુદ્ધ વિવિધ દેશોએ કરેલી નીતિ વિષયક પહેલ
ખોટા સમાચારો વિરુદ્ધ વિવિધ દેશોએ કરેલી નીતિ વિષયક પહેલ

By

Published : Dec 13, 2020, 10:35 PM IST

ફ્રાન્સ

1881ના અખબારી સ્વાતંત્ર્ય કાયદાનો આધાર લેતાં ફ્રાન્સે અંધશ્રદ્ધાથી પ્રેરિત જૂઠા સમાચારો ફરીથી નવા બનાવીને ફેલાવો કરવા, એવા સમાચારોના ફેલાવા દ્વારા કે પ્રકાશનો દ્વારા જાહેર શાંતિનો ભંગ કરવાની બાબતને ગેરકાયદે બનાવી છે. અંધશ્રદ્ધા ધરાવતા પ્રકાશનો, સમાચારોનો ફેલાવો અને તોડી મરોડીને વિકૃત સ્વરૂપના કે બનાવટી વિષયવસ્તુને ફરીથી નવુ સ્વરૂપ આપવું અથવા તો ખોટી રીતે ત્રીજા પક્ષકારને સંબોધિત વિષયવસ્તુ ઉપર પણ પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે.

નવેમ્બર, 2019માં પસાર કરાયેલા આ કાયદામાં જૂઠા સમાચારની વ્યાખ્યા પણ આપવામાં આવી છે, તે મુજબ મતની ગંભીરતાને બદલી નાંખવાના આશયથી સત્ય હકીકતને ખોટી રીતે રજૂ કરતા સમાચાર અથવા તો સત્ય અને તથ્યની બાદબાકી કરી નાંખતા અહેવાલ અથવા ખોટા આરોપ. ચૂંટણીઓ દરમ્યાન થતાં ચૂંટણી પ્રચાર દરમ્યાન, અને ખાસ કરીને કોઇપણ ચૂંટણી દરમ્યાન પ્રસાર માધ્યમો ઉપર અત્યંત આકરા નિયમો લાદવાના આશયથી જ આ કાયદો ઘડવામાં આવ્યો હતો.

આ કાયદાએ સરકારને સોસિયલ મીડિયા મારફતે ફેલાવવામાં આવતા જૂઠા સમાચારો દૂર કરવાની અને તેને પ્રસિદ્ધ કરનારી વેબસાઇટને બ્લોક કરવાની સંપૂર્ણ સત્તા આપી છે, તે ઉપરાંત ચૂંટણીના સમયના ત્રણ મહિના પહેલાં સ્પોન્સર્ડ કરાયેલા સમાચારો કે અહેવાલો બાબતે વધુ નાણાંકીય પારદર્શિતા લાગુ પાડવાની પણ સત્તા આપી છે.

વધુમાં વિદેશોના પ્રભાવ કે અંકુશ હેઠળ કામ કરતાં કે ખોટી માહિતીનો ફેલાવો કરતા માલુમ પડેલા અને ફ્રાન્સની ભૂમિ ઉપર કામ કરતાં રેડિયો સ્ટેશન કે ટીવી ચેનલોના પ્રસારણના તમામ હક રદ કરવાની પણ સીએસએને સત્તા આપવામાં આવી છે. ફ્રાન્સના સાંસદોએ ગત 7 જૂનના રોજ આ કાયદા ઉપર વિશદ ચર્ચા કરી હતી અને જૂલાઇ-2018ના આરંભે તેને પસાર કરી દીધો હતો.

સિંગાપોરઃ-

ગત મે-2019માં સિંગાપોર સરકારે ખોટી માહિતીનું ઓનલાઇન પ્રસારણ કરવાની પ્રવૃત્તિને ગુનો ગણતો કાયદો પસાર કર્યો હતો. સિંગાપોરની સંસદમાં 72 વિરદ્ધ 9 ની બહુમતીથી પસાર થયેલા આ કાયદામાં જાહેર સલામતી, સુલેહ, શાંતિ, સલામતિ અને અન્ય દેશ સાથે દેશના સંબંધો બાબતે સમાધાન કરતા ખોટા નિવેદનો અને તથ્યોને સિંગાપોરમાં પ્રસિદ્ધ કરવાની બાબતને ગેરકાયદે ગણાવામાં આવી છે, એમ ટેકક્રન્ચના એક અહેવાલમાં કહેવામાં આવ્યું હતું. ખોટી માહિતીની પોસ્ટ મૂકવાના લોકોને આ કાયદા હેઠળ ભારે દંડની કે જેલની સજા ફટકારવામાં આવે છે.

યુનાઇટે કિંગ્ડમઃ-

ખોટી માહિતીની સમસ્યા સામે કેવી રીતે કામ લેવું તે બાબતે 18 મહિના સુધી વિશદ ચર્ચા-વિચારણાના અંતે યુકેના કાયદા ઘડનારા સાંસદોએ 29 જૂલાઇ-2018ના રોજ એક અહેવાલ પ્રસિદ્ધ કર્યો હતો. સંસદની ડિજિટલ, કલ્ચરલ, મીડિયા અને સ્પોર્ટ્સ કમિટિ દ્વારા કરાયેલી ભલામણોમાં ઓનલાઇન ન્યૂઝ માટે મીડિયાનું નિયમન કરતાં હાલના નિયમો દ્વારા જૂઠા સમાચાર જેવા લાગુ કરાતા શબ્દને જ ફગાવી દેવાની, અને ખોટી માહિતી કેવી રીતે ફેલાવવામાં આવે છે તે બાબતે સંશોધન કરવા એક વર્કિંગ ગ્રૂપની રચના કરવાની ભલામણનો સમાવેશ થતો હતો. તે ઉપરાંત બ્રિટનની સરકારે નેશનલ સિક્યુરિટિ કોમ્યુનિકેશન યુનિટની પણ રચના કરી હતી જેને દેશના પ્રસાર માધ્યમો અને અન્યો દ્વારા ફેલાવવામાં આવતી જૂઠી અને ખોટી માહિતીના દુષણ સામે લડવાનું કામ સોંપાયું હતું. 2016ના ઉનાળાના સમય દરમ્યાન બ્રેક્ઝિટ અંગે લેવાયેલા લોકમત બાબતે ખોટી માહિતી ફેલાવવા રશિયા દ્વારા કથિત રીતે ઉપયોગમાં સોસિયલ મીડિયાના બનાવટી એકાઉન્ટની ઘટના અંગે થયેલી તપાસની વચ્ચે આ નિર્ણય લેવાયો હતો.

સ્વિડનઃ-

સ્વિડનમાં પત્રકારોના બનેલા પ્રોફેશ્નલ ઓર્ગેનાઇઝએશન દ્વારા અને અન્ય મીડિયા હાઉસ દ્વારા જ સ્વ-નિયમન ઉપર અને નૈતિક મૂલ્યોને લગતા નિયમોને વધુ મજબૂત બનાવવા ઉપર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે.

જર્મનીઃ-

જર્મનીએ 2017માં જ નેટવર્ક એન્ફોર્સમેન્ટ એક્ટ પસાર કરી દીધો હતો. અલબત્ત આ કાયદામાં સોસિયલ મીડિયા ઉપર કોઇ જવાબદારી લાદવામાં નથી આવી પરંતુ હાલમાં અમલમાં રહેલાં કાયદાઓનું ઉલ્લંઘન કરવા બદલ ભારે દંડની જોગવાઇ જરૂર કરવામાં આવી છે, તે ઉપરાંત ઘણી મોટી સંખ્યામાં રજિસ્ટર્ડ યુઝર્સ ધરાવતા કોઇ નેટવર્ક દ્વારા મૂકવામાં આવેલી ગેરકાયદે માહિતીની દૂર કરવા ને તે અંગેની તપાસ કરવાના નિયમો પણ બનાવવામાં આવ્યા છે.

કેનેડાઃ-

ગત મે-2019માં આ દેશે પોતાના ડિજીટલ ચાર્ટરની જાહેરાત કરી હતી જેમાં કહેવામાં આવ્યું હતું કે દેશની ચૂંટણીઓ અને લોકશાહી સંસ્થાઓની પવિત્રતા અને પ્રમાણિકતાનું અવમૂલ્યન કરવાના આશયથી તૈયાર કરાયેલી ખોટી અને જૂઠી માહિતી અને ઓનલાઇનના ક્ષેત્રે ઉભા થયેલા પડકારોનું કેનેડાની સરકાર રક્ષણ કરશે અને અભિવ્યક્તિની સ્વતંત્રતાનો બચાવ કરશે. સરકારની સોળ સંસ્થાઓએ અને અન્ય આઠ સંસ્થાઓએ આ ચાર્ટર ઉપર હસ્તાક્ષર કર્યા હતા.

વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ કહ્યું હતું કે જૂઠા સમાચારો અને હેટ સ્પિચ (નફરતયુક્ત લખાણો)ને નિશાન બનાવવા અને ખોટી માહિતીના પ્રસારણ અને પ્રસિદ્ધિ બાબતે સોસિયલ મીડિયાના વિવિધ પ્લેટફોર્મની ભૂમિકાને જવાબદાર બનાવવાના હેતુથી આ ચાર્ટર તૈયાર કરવામાં આવ્યો હતો. તે ઉપરાંત ટ્રુડોએ એમ પણ કહ્યું હતું કે કાયદાઓનુ ઉલ્લંઘન કરતી ટેક કંપનીઓ ઉપર અર્થપૂર્ણ દંડ પણ ઝીંકવામાં આવશે, જો કે આ ચાર્ટરમાં કેવી રીતે દંડ કરવામાં આવશે તે અંગે કોઇ સ્પષ્ટતા કરાઇ નથી અને તેમાં જૂઠા અને ખોટા સમાચારો અંગે કોઇ વ્યાખ્યા પણ કરવામાં આવી નથી.

બેલ્ઝિયમઃ-મે-2018ના આરંભે બેલ્ઝિયમના ડીજિટલ એજન્ડા વિભાગના પ્રધાન એલેક્ઝાંડર ડી ક્રૂએ ઓનલાઇન ખોટી માહિતીના પ્રસારણને રોકતી સરકારની બે પહેલની જાહેરાત કરી હતી. પ્રથમ પહેલ એ હતી કે સરકારે આ સમસ્યાનો ઉકેલ 25 જૂન, 2018 સુધીમાં શોધી કાઢવા વિદ્વાનો અને નિષ્ણાત પત્રકારોના એક તજજ્ઞ ગ્રૂપની રચના કરી હતી. બીજી પહેલ એ હતી કે દેશના લોકો ખોટી માહિતી અંગે જાણ કરી શકે તે માટે સરકારે એક વેબસાઇટ શરૂ કરી હતી, તે ઉપરાંત સરકાર દ્વારા સૂચવાયેલો ઉકેલ સાચો છે કે ખોટો છે તે અંગે પ્રજાનો મત જાણવા રેડિટ પદ્ધતિએ મતદાનની પણ વ્યવસ્થા કરી હતી. મે-2017માં આ અંગે બ્રસેલ્સમાં એક જાહેર ચર્ચાનું પણ આયોજન કરાયું હતું.

ઇટાલીઃ-

ઇટાલીની સરકારે જાન્યુઆરી-2018માં જાહેર કર્યું હતું કે તેણે એક ઓનલાઇન પોર્ટલ બનાવ્યું છે જ્યાં દેશના લોકો ખોટી માહિતી અંગે પોલીસને જાણ કરી શકશે. જેમાં યુઝર્સનું ઇ-મેઇલ એડ્રેસ સમાયેલું હોય છે અને લોકોના ધ્યાન ઉપર આવેલા કોઇ જૂઠા સમાચાર, સ્ટોરી, અહેવાલ, કોઇ બનાવટી મિડિયા અથવા કોઇ સોસિયલ મીડીયાની લિંક સમાયેલી હોય છે એવી આ સેવા પ્રજાની આ માહિતીનો સમગ્ર અહેવાલ પોલિઝીયા પોસ્ટલને પહોંચતો કરી દે છે જે સાયબર ક્રાઇમની તપાસ કરતી દેશની પોલીસનું એક યુનિટ છે. આ વિભાગ પ્રજા દ્વારા પૂરી પાડવામાં આવેલી માહિતી ચેક કરશે અને જો ક્યાંય પણ કાયદાનો ભંગ થતો હોવાનું માલુમ પડે તો લાગતા વળગતા લોકો કે સંસ્થા સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે. આ સેવા અલબત્ત એટલું જરૂર કરી શકી છે કે ખોટી કે ગેરમાર્ગે દોરતી માહિતી ફગાવી દેવા એક સત્તાવાર સ્ત્રોત તરફ પ્રજાને જરૂર દોરી ગઇ છે.

મલેશિયાઃ-

મલેશિયાએ તો એપ્રિલ-2018ના આરંભે જ ખોટી માહિતીનો ફેલાવો કરવાની બાબતને એક ગુનો ગણાવી દીધો હતો. આમ કરનાર તે દક્ષિણ એશિયાનો સૌ પ્રથમ દેશ બન્યો હતો. તે ઉપરાંત મલેશિયામાં દેશના લોકો કોઇ ઓનલાઇન સમાચારોની સચ્ચાઇ જાણી શકે તે માટે એક વેબ પોર્ટલ પણ બનાવવામાં આવ્યું છે.

રશિયાઃ-

રશિયાએ પણ કોઇ જૂઠા કે ખોટા સમાચારો પ્રસિદ્ધ કરવાની બાબતને ગુનો ગણાવતો એક કાયદો માર્ચ-2019માં જ પસાર કરી દઇ પ્રજાના જીવન, જાહેર આરોગ્ય, સંપત્તિ સામે જો જોખમ ઉભું કરતાં હોય, જાહેર સુરક્ષા અને જાહેર વ્યવસ્થામાં સામુહિત હિંસાનું જોખમ ઉભું કરતાં હોય અથવા તો પરિવહન સેવાઓ, સામાજિક આંતરમાળખા, નાણાંકીય સંસ્થાઓ, સંદેશાવ્યવહાર અને ઊર્જા ક્ષેત્રના કામકાજમાં જો અવરોધ ઉભા કરતા હોય એવા તમામ સમાચારોને ખોટા અને જૂઠા સમાચારોની વ્યાખ્યામાં સમાવી લીધા હતા.

આ કાયદાએ ઓનલાઇન મીડિયા અને સમાચાર માધ્યમો દ્વારા પ્રસિદ્ધ થતાં સમાચારો અને વ્યક્તિગત ધોરણે સોસિયલ મિડિયાનો ઉપયોગ કરતાં લોકો દ્વારા મૂકાતા સમાચારો વચ્ચેની ભેદરેખા પણ દોરી દીધી છે. માહિતીને દૂર કરવા માટે, લેખકો, પ્રકશકો અને ઇન્ટરનેટની સેવાઓ પૂરી પાડતી કંપનીઓની જવાબદારી નક્કી કરવા અલગ અલગ નિયમો છે જે કયા પ્રકારનું ઓનલાઇન પ્લેટફોર્મ છે તેના ઉપર આધાર રાખે છે.

ચીનઃ-

ખોટી માહિતીની જ્યારે વાત આવે તો અવશ્ય કહેવું પડશે કે ચીને સમગ્ર વિશ્વમાં તે માટે સૌથી વધુ કડક અને આકરા કાયદા બનાવ્યા છે. 2016ની સાલમાં જ સરકારે આર્થિક અને સામાજિક વ્યવસ્થાનું અવમૂલ્યન કરતી અફવાઓ ફેલાવવાની બાબતને ગુનો ગણાવી દીધો હતો એમ ચીનની વિદેશ નીતિમાં જ કહેવામાં આવ્યું છે. 2017ની સાલમાં અન્ય એક કાયદો પસાર કરવામાં આવ્યો હતો જેની જોગવાઇ અનુસાર સોસિયલ મીડિયાના પ્લેટફોર્મને ફક્ત નોંધાયેલી સમાચાર સંસ્થાઓ અને માધ્યમોમાં પ્રસિદ્ધ થયેલા સમાચારના અહેવાલોને જ ફરીથી પ્રસિદ્ધ કરવાની અને તેઓની સાથે લીંક કરવાનું ફરજિયાત બનાવી દીધું હતું.

ચીનમાં રિફ્યુટિંગ રુમર્સ (અફવાઓને ફગાવી દેવી) નામનું એક સરકારી ઓનલાઇન પ્લેટફોર્મ શરૂ કરવામાં આવ્યું છે જેનો આશય સરકારની માલિકીની ન્યૂઝ એજન્સીઓ અને માધ્યમોમાં પ્રસિદ્ધ થયેલા સાચા સમાચારોને પ્રસિદ્ધ કરવાનો છે.

ઓગસ્ટ-2018માં સરકારે એક એપ્લિકેશન શરૂ કર્યું હતું જેની મદદથી લોકો ખોટી માહિતી કે સમાચારોની સત્તાવાળાઓને જાણ કરી શકે છે. રોયટર સમાચાર સંસ્થાએ પણ એવો અહેવાલ પ્રસિદ્ધ કર્યો હતો કે આપોઆપ જ અફવાને શોધી કાઢવા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ટેકનોલોજી ધરાવતું આ એપ્લિકેશન Weibo અને Wechat જેવા પ્લેટફોર્મ ઉપર પણ પોતાનું એકાઉન્ટ ધરાવે છે જેના ઉપર તે સરકારી માલિકીના મીડિયામાં પ્રસિદ્ધ થયેલા અહેવાલોનું પ્રસારણ કરે છે.

ABOUT THE AUTHOR

...view details