નવી દિલ્હી: મળતી માહિતી મુજબ, 25 માર્ચથી રાજધાનીમાં લોકડાઉન છે. આ લોકડાઉન હવે વધારીને 17 મે સુધી કરી દેવામાં આવ્યું છે. પોલીસ કોરોના ચેપને રોકવા માટે લોકોને સતત લોક ડાઉન ફોલો કરવાની અપીલ કરી રહી છે.
લોકડાઉનનું પાલન ન કરનાર સામે દિલ્હી પોલીસની લાલ આંખ, થશે કડક કાર્યવાહી
રાજધાનીમાં લોકડાઉનને 38 દિવસ વીતી ગયા છે, જો કે હવે સમયગાળો 4 મેથી બે અઠવાડિયા માટે વધારવામાં આવ્યો છે, તો આ સાથે જ ગૃહ મંત્રાલયે સરકાર અને પોલીસને કડક રીતે તેનું પાલન કરવા સૂચના આપી છે. ઉલ્લંઘન કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. શુક્રવારે લોકડાઉનનું ઉલ્લંઘન કરનારા 90 લોકો સામે પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધાઈ હતી. 45 લોકો સામે માસ્ક પહેર્યા વિના બહાર જવા પર કાર્યવાહી થઈ હતી.
જોકે હજી પણ કેટલાક લોકો લોકડાઉનનું ઉલ્લંઘન કરી રહ્યાં છે. આવા લોકો સામે એફઆઈઆર પણ નોંધવામાં આવી રહી છે. શુક્રવારે પોલીસે 90 લોકો વિરુદ્ધ લોકડાઉન ભંગ કરવા બદલ એફઆઈઆર નોંધી હતી, જ્યારે 2654 લોકોની અટકાયત કરવી છે. આ ઉપરાંત પોલીસે 150 વાહનો પણ કબજે કર્યા છે.
પોલીસના જણાવ્યા મુજબ, લોકડાઉન સમયે લોકોને મહત્વના કામ માટે મૂવમેન્ટ પાસ આપવામાં આવી રહ્યાં છે, આ પાસ 3જી મે સુધી માન્ય રહેશે. શુક્રવારે દિલ્હી પોલીસે 426 મૂવમેન્ટ પાસ જાહેર કર્યા છે. તે જ સમયે, સમગ્ર લોકડાઉન થયાના છેલ્લા 38 દિવસમાં પોલીસે 43 હજારથી વધુ મૂવમેન્ટ પાસ જારી કર્યા છે.