વિવાદાસ્પદ નિવેદનોના કારણે ચર્ચામાં રહેનારા રામપુરથી સમાજવાદી પાર્ટીના સાંસદ આઝામ ખાનની મુશ્કેલીઓ વધી રહી છે. આઝમખાન પર હવે તેમના જ વિવાદાસ્પદ નિવેદનો ભારે પડી રહ્યાં છે. વિવાદિત નિવેદનોના કુલ 17 કેસમાં પોલીસે તેના વિરૂદ્ધ ચાર્જશીટ દાખલ કરી છે.
આઝમ ખાનની મુશ્કેલીમાં વધારો, વિવાદિત નિવેદનો બાબતે પોલીસે 17 મામલામાં ચાર્જશીટ દાખલ કરી
લખનઉઃ રામપુરથી સમાજવાદી પાર્ટીના સાંસદ આઝમ ખાન પર પોલીસે 17 કેસોમાં ચાર્જશીટ દાખલ કરી છે. આઝમખાન પર આ કેસ તેમના વિવાદીત નિવેદનો માટે થયાં હતા. તાજેતરમાં જ આઝમખાને ભાજપ સાંસદ રમા દેવી પર વિવાદિત ટીપ્પણી કરી હતી.
azam khan
ઉલ્લેખનીય છે કે લોકસભા ચૂંટણી દરમિયાન આઝમ ખાન વિરૂદ્ધ અલગ-અલગ પોલીસ સ્ટેશનમાં 17 કેસ દાખલ થયાં હતા. ઉપરાંત આઝમ સામે અઝીમનગરમાં 27 કેસ અને થાના સિવલ લાઈનમાં એક કેસની તપાસ ચાલી રહી છે.
Last Updated : Jul 29, 2019, 12:12 PM IST