વરિષ્ઠ પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર જમ્મુ કાશ્મીરમાં 10 જિલ્લામાં કોઈ પણ પ્રકારનો હાલ પ્રતિબંધ નથી. જમ્મુના ફક્ત પાંચ જિલ્લામાં જ પ્રતિબંધ છે.ધીમે ધીમે ત્યાં પણ હટી જશે.
કાશ્મીરમાં ઉત્પાતની ઘટનાનું પોલીસે કર્યું ખંડન - ઉત્પાત
શ્રીનગર: જમ્મુ કાશ્મીરમાં પોલીસે ઘાટીમાં ગોળીબારની ઘટનાઓથી જોડાયેલી મીડિયામાં આવી રહેલી ખબરોને લઈ પોલીસે સ્પષ્ટતા આપવી પડી છે, તેમણે આવી કોઈ ઘટના ઘટી ન હોવાની વાત કહી છે. સાથે સાથે પોલીસે અહીં કોઈ પણ પ્રકારની ભડકાઉ તથા ટીખળખોર ખબર પર વિશ્વાસ ન કરવાની ભલામણ કરી છે.પોલીસે વિતેલા 6 દિવસમાં એક પણ ગોળી ચલાવી નથી.
file
તો વળી બીજી બાજુ અન્ય એક વિડીયોમાં કાશ્મીરના આઈજી એસપી પાનીનું કહેવું છે કે, ઘાટીમાં ગોળીબારની ઘટના સંબંધિત આંતરરાષ્ટ્રીય મીડિયામાં જે ખબરો આવી રહી છે તે ખોટી છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ઘાટીમાં આવી કોઈ જ ઘટના ઘટી નથી. વિતેલા એક અઠવાડીયામાં ઘાટીમાં કોઈ પણ પ્રકારની આવી ઘટના બની નથી, ઘાટીમાં અત્યાર સુધી તો શાંત વાતાવરણ રહ્યું છે. અમે મીડિયા એજન્સીઓએ કરેલા જવાબદારી પૂર્વકના કામ માટે તેમની પ્રશંસા કરીએ છીએ.