ચેનલ વિરુદ્ધ મળેલી અરજીને ધ્યાને રાખી સાઇબરાબાદ પોલીસે TV9ની ઓફિસ પર આ દરોડા પાડ્યા હતાં. અલંદા મીડિયા સેક્રેટરી કૌશિક રાવે કરેલી ફરિયાદ બાદ CEOના નિવાસ સ્થાને દરોડા પાડી અમુક દસ્તાવેજો પણ જપ્ત કરવામાં આવ્યા છે.
TV9ની હૈદરાબાદની ઓફિસ પર પોલીસના દરોડા, CEOના નિવાસ સ્થાનને પણ ટાર્ગેટ કર્યું - hyderabad
હૈદરાબાદ: હૈદરાબાદમાં TV9ની મીડિયા ચેનલની ઓફિસ પર પોલીસે દરોડા પાડ્યા છે. ત્યાર બાદ ચેનલના CEOના નિવાસ સ્થાને પણ દરોડા પાડ્યા હતાં. આ દરોડા ચેનલના CEO પ્રકાશ વિરુદ્ધ મળેલી અરજીને ધ્યાને રાખી આ દરોડા પાડ્યા હતાં. આ દરોડા સાઈબરાબાદ પોલીસે પાડ્યા હતાં.
design
ફરિયાદ મુજબ, ચેનલના અમુક દસ્તાવેજો ગાયબ હતા, જ્યારે કેટલાક નકલી હતા.