હત્યાના આરોપમા પોલીસ દ્વારા કરી 2 મિત્ર અને અન્ય એકની ધરપકડ
નવી દિલ્હી: રાજધાની દિલ્હીના બારાખમ્બા સ્થિત રણજિત સિંહ ફ્લાયઓવર પર, રાત્રે ચાલતી કારમાં અચાનક ગોળી ચાલી હતી. આ ગોળીના કારણે કારમાં સવાર એક યુવક મૃત્યુ થઇ ગઇ હતી. આ સમયે, 2 અન્ય યુવકો પણ કારમાં સવાર હતા.આ બનાવના સંદર્ભે પોલીસએ 3 લોકોની ધરપકડ કરી હતી. ડીસીપીએ જણાવ્યુ કે,આ બનાવ હત્યાનો હોવાથી તેની નોંધ કરી મૃતકના 2 મિત્રો અને અન્ય એક સાથીની પોલીસે ધરપકડ કરી હતી.બનાવના સમયે ઉપયોગમાં લેવાયેલ હથિયાર અને કારને જપ્ત કરવામાં આવી છે.
પોલીસના જણાવ્યા અનુસાર જાફરાબાદનો રહેવાસી 19 વર્ષીય સલમાન પોતાના પિતા સાથે જેકેટ બિઝનેસ કરતો હતો. રાત્રના સમયે તેના સંબંધીની ક્રેટા કાર લઇ પોતાના 2 મિત્ર સોહેલ અને આમિર સાથે ઈન્ડિયા ગેટ જવા નીકળ્યો હતો. મોડી રાત્રે તેઓ ઘાયલ સલમાનને લઇ જયપ્રકાશ હોસ્પિટલ ગયા હતા. જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. ડૉક્ટર્સ જોયું કે સલમાનને ગળામાં ગોળી વાગી હતી. ડોક્ટર દ્વારા આ બનાવ અંગેની પોલીસને જાણ કરી હતી.મિત્રોના જણાવ્યા અનુસાર આ એક અકસ્માત હતો.
પોલીસ તપાસમાં જાણવા મળ્યુ કે સલમાન કાર તલાવી રહ્યો હતો અને સોહેલ તેની બાજુની સીટ પર બેઠો હતો.જયારે આમિર પાછળ બેઠો હતો.સોહેલએ જણાવ્યુ કે તેણે સલમાનને બંદૂક બતાવી હતી ત્યારે સલમાનએ છેડછાડ કરવાના કારણે અચાનક ત્યારે બંદૂક ચાલી તેથી ગોળી વાગી.ડીસીપી મધુર વર્માના જણાવ્યા અનુસાર આમિર અને શરીફને પુરાવા નષ્ટ કરવામાં મદદ કરી હોવાથી અને સોહેલને હત્યાના આરોપ માટે ધરપકડ કરવામાં આવી હતી.
પોલીસની માહિતી મુજબ સલમાન તરફ બંદૂક બતાવી વિડીયો બનાવતા હતા ત્યારે અચાનક સ્પીડ બ્રેકર આવતા કાર ઉછળી હતી તે દરમિયાન ગોળી વાગી ગઇ હતી.આ કારણોસર સલમાનનું મૃત્યુ થયુ હતું.બનાવ બને તે પહેલા જ સોહેલએ કાર પર કાબૂ મેળવી લીધો હતો અને પોતાના ભાઇને ફોન કરી હકીકત જણાવી હતી.પરંતુ પરિવારે પ્રશ્ન કર્યા હતા.આ બનાવ અંગે સલમાનના પરવારે ગંભીર આરોપ લગાવ્યા હતા અને કહ્યુ કે હત્યા કરવામાં આવી છે.