પોલીસે સારંગ વાધવાન અને રાકેશ વાધવાનની ધરપકડ કરી છે. પીએમસી બેન્કને દેવામાં ડુબાડનારા 44 બેન્ક એકાઉન્ટમાંથી 10 ખાતા હાઉસિંગ ડેવલપમેન્ટ એન્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ (HDIL) અને વાધવાન સાથે જોડાયેલા છે. આ 10 ખાતામાં એક સારંગ વાધવાન અને બીજું રાકેશ વાધવાનનું ખાનગી ખાતું છે. ગુરૂવારે આ બંનેને પુછપરછ માટે બોલાવાયા હતા. તપાસમાં સહયોગ ન આપતાં તેમની ધરપકડ કરાઈ છે.
PMC બેન્ક કેસમાં પ્રથમ વખત સારંગ વાધવાન તથા રાકેશ વાધવાનની કરાઇ ધરકપડ
મુંબઇ: PMC બેન્ક કેસમાં પ્રથમ વખત ધરપકડ કરવામાં આવી છે.સારંગ વાધવાન તથા રાકેશ વાધવાનની પોલીસે ધરપકડ કરી છેપંજાબ એન્ડ મહારાષ્ટ્ર કો-ઓપરેટિવ બેન્ક લિ. (PMC Bank)માં કૌભાંડમાં સૌ પ્રથમ ધરપકડ કરવામાં આવી છે.
PMC તરફથી ગ્રાહકોને એક રાહત આપવામાં આવી છે.હવે ગ્રાહક PMC બેન્કમાં 10000 રૂપિયાથી વધારે ઉપાડી શકે છે.ઉલ્લેખનીય છે કે, પોલીસની FIR મુજબ બેન્કમાં રૂપિયા 4355 કરોડનું કૌભાંડ આચરવામાં આવ્યું છે. આ કૌભાડમાં HDILના 44 ખાતાને લોન આપવામાં આવી છે. ગોટાળો પકડાયા પછી માત્ર 10 ખાતાની તપાસ થઈ છે. 44 ખાતાની રકમ છુપાવા માટે 21,049 ડમી ખાતા બનાવાયા હતા.HDIL દ્વારા આચરવામાં આવેલી નાણાકિય ગેરરીતિ બહાર આવ્યા પછી પોલીસ દ્વારા કંપનીના માલિકો સામે લૂકઆઉટ નોટિસ પણ બહાર પાડવામાં આવી હતી, જેથી તેઓ દેશની બહાર ભાગી ન જાય.