નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે લોકોને અપીલ કરી હતી કે, આજે એટલે કે રવિવારના રોજ સામૂહિક એકજૂટતાનું પ્રદર્શન કરવા માટે રાત્રે 9 વાગ્યાને 9 મિનિટ માટે ઘરની લાઇટ બંધ કરી દીવો, મીણબત્તી અથવા પોતાના મોબાઇલ ફોનની ટોર્ચ ચાલુ કરવામાં આવે.
PM મોદીની અપીલ મુજબ લોકો આજે દીવો, મીણબત્તી અને મોબાઈલ ટોર્ચ પ્રગટાવશે
આજે એટલે કે રવિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અપીલને ધ્યાનમાં રાખી લોકો દ્વારા રાત્રે નવ વાગ્યે લાઈટ બંધ કરી દીવો, મીણબત્તી અથવા મોબાઈલ ટોર્ચ કરવામાં આવશે.
શુક્રવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વીડિયોના માધ્યમથી દેશવાસીઓનું સંબોધન કર્યુ હતુ. જેમાં તેમણે લોકોને આજે રાત્રે 9 વાગ્યે નવ મિનિટ માટે ઘરની લાઈટ બંધ કરી દીવો, મીણબત્તી અથવા મોબાઈલના ફોનની ટોર્ચ ચાલુ કરી એકજુટતાનું પ્રદર્શન કરવા કહ્યું છે. આ અગાઉ નરેન્દ્ર મોદીએ જનતા કર્ફ્યુના દિવસે થાળી વગાડવાનું કહ્યું હતુ. જેને જમતાનું સંપુર્ણ સમર્થન મળ્યું હતુ.
આ સાથે સરકારે સચેત કર્યા છે કે રવિવારે વડાપ્રધાન નરેંદ્ર મોદીની અપીલ પર મીણબત્તી અથવા દિવો પ્રગટાવતાં પહેલાં આલ્કોહોલવાળા હેન્ડ સેનિટાઇઝરનો ઉપયોગ કરવો નહી કારણ કે તે જ્વલનશીલ હોય છે.