ઉલ્લેખનીય છે કે ,4 નવેમ્બરના રોજ ભારતે RCEPમાં ભાગ ન લેવાનો નિર્ણય કર્યો છે.વડાપ્રધાન મોદી એ આ અંગે જણાવ્યું કે,આ નિર્ણય વર્તમાન વૈશ્વિક પરિસ્થિતિ અને કરારની નિષ્પક્ષતા અને સંતુલન-બન્નેના આંકલન બાદ લેવામાં આવ્યો છે. આ બેઠકમાં ભારત દ્વારા ઉઠાવાયેલા મુદ્દાઓનું કોઇ સમાધાન નિકળ્યું નથી. કરારની જોગવાઇઓ દેશના નાગરિક હિતોને અનુકૂળ નથી. વર્તમાન પરિસ્થિતિમાં ભારત આરસીઇપીમાં સામેલ નથી થઇ રહ્યું.
વડાપ્રધાન મોદી આજે થાઇલેન્ડના ત્રિદિવસીય પ્રવાસથી ભારત પરત ફર્યા
નવી દિલ્હી: વડાપ્રધાન મોદી મંગળવારના રોજ પોતાની ત્રણ દિવસની યાત્રા પૂર્ણ કરી પરત ભારત ફર્યા છે.તેઓ થાઇલેન્ડના ત્રણ દિવસના પ્રવાસે હતા.પોતાની યાત્રા દરમિયાન તેઓએ આસિયાન-ભારત,પૂર્વી એશિયા તથા રિજનલ કોમ્પ્રીહેન્સીવ ઇકોનોમિક પાર્ટનર્શિપ શિખર સમ્મેસનમાં ભાગ લીધો હતો.
વડાપ્રધાન મોદી આજે થાઇલેન્ડના ત્રિદિવસીય પ્રવાસથી ભારત પરત ફર્યા
RCEPમાં આસિયાનના 10 જેવાકે બ્રુનેઈ, કંબોડિયા, ઈન્ડોનેશિયા, મેલેશિયા, મ્યાનમાર, સિંગાપોર, થાઈલેન્ડ, ફિલિપાઈન્સ, લાઓસ અને વિયતનામ અને તેમના છ એફટીએ ભાગીદાર ચીન, જાપાન, ભારત, દક્ષિણ કોરિયા, ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ સામેલ છે.