નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહ અને રક્ષા મંત્રાલય લદ્દાખમાં ચીની અથડામણને લઈને સતત સવાલોનો સામનો કરી રહ્યા છે. પૂર્વ પીએમ મનમોહન સિંહે પણ એક પત્ર લખીને કહ્યું કે, આપણે કર્નલ બી. સંતોષ બાબૂ અને આપણા જવાનો માટે ન્યાય સુનિશ્ચિત કરવાની માગ કરીએ છીએ.
મનમોહન સિંહે જવાનોને ન્યાય આપવા માટે વડાપ્રધાન અને સરકારને આહ્વાન કરતા લખ્યું કે, જવાનોએ સર્વોચ્ચ બલિદાન આપ્યું છે. દેશની અંખડતાનો બચાવ કર્યો છે. મનમોહન સિંહે પત્ર લખ્યા બાદ રાહુલ ગાંધીએ ટ્વિટ કરી કહ્યું કે, વડાપ્રધાન મોદીએ ડૉ મનમોહન સિંહની સલાહ પર ધ્યાન આપવું જોઈએ.