રાજ્યપ્રધાનોને જવાબદારી સોંપવામાં આવશે
મળતી માહિતી મૂજબ આ બેઠકમાં રાજયપ્રધાનોના કામકાજ પર ચર્ચા કરવામાં આવશે. આ બેઠકમાં કેબિનેટ પ્રધાનોને પોતાના સહાયકોને જવાબદારી આપવાનું જણાવવામાં આવશે. જો કે, આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ મંત્રાલયનું કામ સૂચારુ અને જવાબદારી પૂર્ણ થાય તેવો રહેશે.
આવતા પાંચ વર્ષનો પ્લાન
સરકાર આવતા પાંચ વર્ષ માટેની કાર્ય યોજનાઓ પર પણ ચર્ચા કરી શકે છે. PM મોદીની પાછલા કાર્યકાળમાં નિયમિત રુપે પ્રધાન પરિષદની બેઠક યોજવામાં આવતી હતી. જેમાં સરકારની અલગ અલગ કલ્યાણકારી યોજનાઓ વિશે ચર્ચા કરવામાં આવતી હતી. માટે આ બેઠકમાં પણ આવતા પાંચ વર્ષની યોજનાઓની ચર્ચા કરવામાં આવી શકે છે.