વારાણસીના લંકા વિસ્તારમાંથી પસાર થઈ રહેલો આ રોડ શો અંદાજે 6થી 7 કિલોમીટર લાંબો હતો જેનો અંત દશાશ્ર્વમેઘ ઘાટ પર થયો હતો. ત્યાર બાદ નરેન્દ્ર મોદીએ ગંગામાં આરતી કરી હતી.
વડાપ્રધાન મોદીએ વારાણસીમાં ઉમેદવારી ફોર્મ ભર્યુ, NDAના અનેક નેતાઓ સાથે રહ્યા
વારાણસી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એક વાર વારાણસી બેઠક પરથી ઉમેદવારી ભર્યું છે. આ ઉમેદવારી દાખલ કરતાં પહેલા આવતીકાલે PM મોદીએ વારાણસીમાં ભવ્ય રોડ શો કર્યો હતો. આજે હાલમાં વડાપ્રધાન મોદી વારાણસીમાં નામાંકન ભરવા પહોંચી ગયા હતા જ્યાં તેમણે આજે પોતાનું નામાંકન ભર્યું હતું. જ્યાં તેમની સાથે એનડીએના અનેક નેતાઓ સાથે જોવા મળી રહ્યા છે. સાથે સાથે આજે NDAનું શક્તિ પરિક્ષણ પણ જોવા મળી રહ્યું છે.
file
વડાપ્રધાન મોદી આજે સવારે 11.30 વાગ્યે ઉમેદવારી ફોર્મ ભરશે. PM મોદીના ઉમેદવારી ફોર્મ ભરવા સમયે જનતા દળના નીતીશ કુમાર, શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે, અકાલી દળના પ્રમુખ પ્રકાશ સિંહ બાદલ સહીત અન્ય પક્ષના નેતાઓ પણ ઉપસ્થિત રહેશે. તે પહેલા તેઓ બુથ પ્રમુખ અને પાર્ટી કાર્યકર્તાઓને 9 કલાકે સંબોધન કરશે અને સવારે 11 વાગ્યે શહેરના કાશીના કોતવાલ એટલે કે ભગવાન કાળ ભૈરવની પુજા અર્ચના કરશે.
Last Updated : Apr 26, 2019, 12:57 PM IST