મહારાષ્ટ્રના વર્ધામાં એક જનસભાને સંબોધન કરતા વડાપ્રધાને કહ્યું કે, જેને કોંગ્રેસે આંતકી કહ્યા હતા તેઓ હવે જાગી ગયા છે. શાંતિ પ્રિય સમાજને સમગ્ર વિશ્વની સામે આતંકી કહી દીધા.
વર્ધાથી મોદીના રાહુલ પર પ્રહાર, હિંન્દુ આતંકી કહેવા વાળા સીટ છોડી રહ્યા છે - election 2019
વર્ધા: વડાપ્રધાન મોદીએ આજે મહારાષ્ટ્રના વર્ધામાં વિપક્ષો પર બરાબરના પ્રહારો કર્યા હતા. મોદીએ અહીં કોંગ્રેસ પર પ્રહારો કરતા કહ્યું કે, પાંચ હજાર વર્ષ જૂની સંસકૃતિને બદનામ કરવાનું પાપ કોંગ્રેસે કર્યું છે. કોંગ્રેસે શાંતિપ્રિય હિંન્દું સમાજને આતંકવાદી કહ્યા છે.
વડાપ્રધાન મોદી આજે મહારાષ્ટ્રમાં
અહીં મોદીએ વધુંમાં આગળ જણાવ્યું હતું કે, કોંગ્રેસી નેતાઓના અભદ્ર શબ્દ મારા માટે ઘરેણા સમાન છે. કારણ કે, જ્યારે શૌચાલયનો ચોકીદાર બનું છું ત્યારે દેશની કરોડો માતાઓ બહેનોની ઈજ્જતનો પણ હું ચોકીદાર બનું છું. તમારા માટે એ શૌચાલય હશે પણ મારા માટે તે માતાઓ-બહેનો માટે ઈજ્જતનું ઘર હશે.
Last Updated : Apr 1, 2019, 2:27 PM IST