કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીનો આજે ઉત્તર પ્રદેશના પ્રવાસનો ત્રીજો દિવસે છે. પ્રિંયકા ગાંધી આજે અયોધ્યાની મુલાકાતે લેશે. અયોધ્યામાં પ્રિંયકા ગાંધી કુમારગંજથી હનુમાનગઢી સુધી રોડ શો કરશે. અને હનુમાનગઢીમાં દર્શન પૂર્જન કરશે.
PM મોદીની 3 રાજ્યોમાં રેલી, પ્રિંયકા ગાંધી અયોધ્યામાં કરશે રોડ શો - telangana
નવી દિલ્હી: લોકસભા ચૂંટણીના પ્રચાર માટે PM મોદી આજે ઓડિશા, તેલંગાણા અને આંધ્ર પ્રદેશના પ્રવાસે છે. વડાપ્રધાન મોદી પહેલા ઓડિશાના કોરાપુર જિલ્લાના જેપોરમાં સભાને સંબોધિત કરશે. જે બાદ વડાપ્રધાન લગભગ 3 કલાકે તેલંગાણાના મહબુબ નગર પહોચશે. મહબૂબ નગર બાદ વડાપ્રધાન મોદી આંધ્ર પ્રદેશના કુર્નૂલમાં એક જનસભાને સંબોધિત કરશે. વડાપ્રઘાનનો આજે છત્તીસગઢનો પણ કાર્યક્રમ છે.
સ્પોટ ફોટો
ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન મોદીએ ગુરુવારે ચૂંટણી પ્રચારની શરૂઆત કરતા ઉત્તર પ્રદેશના મરેઠ અને ઉત્તરાખંડ, જમ્મુમાં રેલઓને સંબોધિત કરી હતી. અને PM મોદીએ વિપક્ષ પર આકરા પ્રહાર કર્યા હતા.