વડાપ્રધાન મોદીએ પ્રવાસના પ્રથમ દિવસે ડીઆરડીઓ યુવા વૈજ્ઞાનિક પ્રયોગશાળાનું ઉદ્ઘાટન કર્યું અને ત્યારબાદ તેઓ તુમકુરમાં શ્રી સિદ્ઘગંગા મઠ ગયા હતા. જ્યાં તેમણે એક સાર્વજનિક સભામાં કૃષિ કર્મણ પુરસ્કારનું વિતરણ કર્યું છે.
વડાપ્રધાન મોદી કર્ણાટકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્ણાટણના તુમકુરમાં ગુરૂવારે નાગરિક્તા સંશોધન કાયદા વિરૂધ કોંગ્રેસ અને વિપક્ષના આંદોલનને લઇને જોરદાર પ્રહાર કર્યા. PM મોદીએ કહ્યું કે, કોંગ્રેસ અને તેમના સાથી પક્ષ દેશની સંસદ વિરૂદ્ધ મેદાનમાં ઉતર્યા છે.
વડાપ્રધાન મોદી કર્ણાટકમાં મોદીએ કહ્યું કે, થોડા અઠવાડીયા અગાઉ આપણી સાંસદે નાગરિક્તા કાયદાને મંજૂરી આપવાનું ઐતિહાસિક કામ કર્યું છે. તેમણે વિપક્ષને આડે હાથ લેતા કહ્યું કે, કોંગ્રેસ અને તેમના સાથી પક્ષો દેશના સંસદ વિરૂદ્ધ આંદોલન કરવામાં લાગ્યા છે.
વડાપ્રધાન મોદી કર્ણાટકમાં PM મોદીના સંબોધનનો મુખ્ય ભાગ
- મોદીએ લોકોને સંબોધન કરતા કહ્યું કે, દાયકાઓથી લટકેલી સિંચાઈ યોજના, પાકવીમા સાથે જોડાયેલા બદલાવ હોય કે સોઈલ હેલ્થ કાર્ડ અમે હંમેશા ખેડૂતાના હિતને પ્રાથમિકતા આપી છે.
વડાપ્રધાન મોદી કર્ણાટકમાં - PMએ કહ્યું કે, દેશમાં એવો સમય પણ હતો, જ્યારે દેશમાં ગરીબો માટે એક રૂપિયો મોકલવામાં આવતો હતો અને પ્રજા પાસે માત્ર 15 પૈસા પહોંચતા હતા, બાકીના 85 પૈસા વચોટીયા ખાઈ જતા હતા. આજે જેટલા મોકલવામાં આવે છે, તે તમામ રૂપિયા સીધા ગરીબોના ખાતામાં પહોંચે છે. એટલું જ નહીં, આજે અત્યારે, આ જ કાર્યક્રમમાં એક સાથે દેશના 6 કરોડ ખેડૂતના પરિવારના ખાતામાં 12 હજાર કરોડ રૂપિયા જમા કરાવવામાં આવ્યા છે.
વડાપ્રધાન મોદી કર્ણાટકમાં - તેમણે કહ્યું કે, કૃષિ કર્મણ એવોર્ડ સાથે જ, આજે કર્ણાટકની આ ધરતી, એક વધારાની ઐતિહાસિક ઉપલબ્ધિની સાક્ષી બની છે. આજે પ્રધાનમંત્રી ખેડૂત સમ્માન હેઠળ 8 કરોડ ખેડૂત મિત્રોના ખાતામાં પૈસા જમા કરવામાં આવ્યા છે.
વડાપ્રધાન મોદી કર્ણાટકમાં - PM મોદીએ કહ્યું કે, નવા વર્ષ, નવા દાયકાની શરૂઆતમાં, દેશના અન્નદાતા-આપણા ખેડૂત ભાઈ-બહેનોના દર્શન થવા, મારા માટે ખુબ જ સૌભાગ્યની વાત છે. હું 130 કરોડ દેશવાસીઓની તરફથી, દેશના દરેક ખેડૂતને નવા વર્ષની શુભેચ્છા પાઠવું છું, દેશ માટે અન્નનું ઉત્પાદન કરનારા ખેડૂતોનો આભાર વ્યક્ત કરૂં છું.