ગુજરાત

gujarat

ETV Bharat / bharat

PM મોદીએ સાઉદી પ્રિન્સ, જર્મન ચાન્સેલર અને દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરી

ઓસાકા: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે સાઉદી ક્રાઉન પ્રિન્સ મહોમ્મદ બિન સલમાન સાથે મુલાકાત કરી હતી. તેમણે જર્મન ચાન્સેલર એન્જેલા માર્કેલ અને દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ મૂન-જે-ઇન સાથે પણ મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન ભારત અને સાઉદી અરબ વચ્ચે વિભિન્ન ક્ષેત્રોમાં સહયોગ વધારવાની બાબતો પર ચર્ચા કરવામાં આવી.

prince

By

Published : Jun 28, 2019, 7:51 PM IST

Updated : Jun 29, 2019, 12:45 AM IST

આ બાબતે PM મોદીએ ટ્વીટ કરીને જણાવ્યું છે કે, ક્રાઉન પ્રિન્સ મહોમ્મદ બિન સલમાન સાથે મુલાકાત કરી ભારત અને સાઉદી અરબ વચ્ચેના સંબંધોની ચર્ચા કરવામાં આવી, આજની વાતચીત બન્ને રાષ્ટ્રો વચ્ચેના દ્રિપક્ષીય સંબંધોને મજબુતી પ્રદાન કરશે.

G-20 શિખર સંમેલન પહેલા થયેલી મુલાકાત બાદ વિદેશ સચિવ વિજય ગોખલે જણાવ્યું હતું કે, સાઉદી અરેબિયાએ છેલ્લા કેટલાક મહિનામાં સસ્તું ભાવો પર સતત તેલ આપ્યું છે. ક્રાઉન પ્રિન્સે ભારતના હજ ક્વોટાને 1,70,000 થી વાર્ષિક 200,000 સુધીની મર્યાદા વધારવાનું પણ વચન આપ્યું હતું.

દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ મૂન-જે-ઇન સાથે મૂલાકાત કરી PM મોદીએ વેપાર, આર્થિક અને વીઝા નિતીને વધુ સરળ બવાવવાની બાબતો પર ચર્ચા કરી હતી.

PM મોદીએ કહ્યું કે, મારા સારા મિત્ર રાષ્ટ્રપતિ મૂન-જે-ઇન સાથેની મૂલાકાત હંમેશા ખાસ હોય છે. તેઓ ભારત અને કારિયા ગણરાજ્ય વચ્ચેની મિત્રતા વધારવામાં હંમેશા તત્પર હોય છે.

Last Updated : Jun 29, 2019, 12:45 AM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details