PM મોદીએ સંબોધન શરૂ કર્યું
- કાશીની પાવન ધરતી પરથી દેશ ભરમાં ભાજપના દરેક સમર્પિત કાર્યકરોનું હું અભિવાદન કરુ છુ.
- આજે મને કાશીથી ભાજપ સદસ્યતા અભિયાન શરુ કરવાનો અવસર મળ્યો છે.
- આપણા માટેસ પ્રેરણા સમાન ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી જી ની જયંતી પર આ કાર્યક્રમની શરુઆત થઇ છે. આ ક્ષણ ખુબ ખાસ ગણી શકાય.
- ડૉ શ્યામા પ્રસાદ મુખર્જી જીને હું સન્માન પૂર્વક શ્રદ્ધાંજલિ આપું છું. આ સંયોગ છે કે આ ઇમારત પંડિત દિન દાયલ ઉપધ્યાય જી ના નામ પર છે અને આ કાર્યક્રમનું શુભારંભ પણ કાશીથી શરૂ થાય છે.
- કાલે તમે બજેટ પછી ટીવી પર અને આજે સમાચારપત્રોમાં એક વાત તો જોઇ જ હશે, $5 Trillion economy
- આ પાંચ ટ્રિલિયન ડોલર ઇકોનોમીના લક્ષ્યનો અર્થ શું છે?
- એક સામાન્ય ભારતીયની જીંદગીને તેનાથી શું લેવા-દેવા પરંતુ તમારા માટે તે જાણવું ખુબ જ જરૂરી છે
- કારણ કે કેટલાક લોકો જે ભારતીયોની શક્તિ પર શંકા કરી રહ્યા છે , તેઓ કહે છે કે ભારત માટે આ લક્ષ્ય ખૂબ મુશ્કેલ છે
- વાત થશે નવી સંભાવનાઓની, વિકાસના યજ્ઞની, ભારતમાંની સેવાની અને નવા ભારતના સપનાની.
- આ સપનાઓ 5 ટ્રિલિયનની ઇકોનોમી સાથે જોડાયેલા છે.
- અંગ્રેજીમાં એક કહેવત છે size of the cake matters, એટલે કે જેટલી મોટી મોટી કેક હશે તેટલો જ મોટો ભાગ લોકોને મળશે.
- અર્થતંત્રનો લક્ષ્ય પણ જેટલો મોટો હશે, દેશની સમૃદ્ધિ પણ તેટલી વધારે હશે.
- આજે જે લક્ષ્યની હું તમારી સાથે વાત કરું છું, તે તમને નવી રીતે વિચારવા પર મજબુર કરશે, નવું લક્ષ્ય અને નવો ઉત્સાહ.
- નવા નિશ્ચય અને નવા સ્વપ્નો લઈને આપણે આગળ વધીશુ અને આ જ મુશ્કેલીઓથી મુક્તિનો માર્ગ છે
- આજે મોટાભાગના વિકસિત દેશના ઇતિહાસમાં જોઇએ, તો એક સમયે પણ ત્યાં પ્રત્યેક વ્યક્તિની આવક ઘણી ન હતી.
- પરંતુ આ દેશોના ઇતિહાસમાં એક તબક્કો આવી ગયો, જ્યારે થોડા સમયમાં પ્રતિ વ્યક્તિ આવક ઝડપથી વધી. આ તે સમય હતો જ્યારે આ દેશ વિકાસશીલ વિકસિત દેશોની શ્રૃંખલામાં આવ્યાં
- જ્યારે કોઈ દેશમાં પ્રતિ વ્યક્તિ આવક વધે તો તે ખરીદીની ક્ષમતા વધે છે.
- ખરીદીની ક્ષમતા વધે તો માંગ વધે છે.
- માંગ વધે છે, તો ઉત્પાદન વધે છે, સેવાઓ વિસ્તરે છે.
- પ્રતિ વ્યક્તિ આવકમાં વધારો, તે પરિવારની આવકમાં પણ વધારો કરે છે
- હવે આપણે ખેડૂતને પોષકથી નિકાસકાર તરીકે જોઈ રહ્યા છીએ.
- અનાજ, દૂધ, ફળ-શાકભાજી, મધ અથવા તો ઓર્ગેનીક ઉત્પાદનો આ બધાના નિકાસ માટે આપણે પાસે પૂરતી ક્ષમતા છે.
- તેથી બજેટમાં કૃષિ ઉત્પાદનોની નિકાસ માટે યોગ્ય બનાવવા પર ખાસ ભાર આપવામાં આવ્યો છે
-
ઉત્તર પ્રદેશના રાજયપાલ રામ નાઇક, મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ, ભાજપના કાર્યકારી અધ્યક્ષ જે.પી.નડ્ડા અને કેન્દ્રીય પ્રધાન મહેન્દ્ર નાથ પાંડેએ વારાણસી એરપોર્ટ પર PM મોદીનું સ્વાગત કર્યું હતું.