ગુજરાત

gujarat

ETV Bharat / bharat

મહારાષ્ટ્રમાં શરદ પવારના ઘરમાં જઈ મોદી શિખામણ આપી આવ્યા

સોલાપુર: વડાપ્રધાન મોદી આજે મહારાષ્ટ્રના સોલાપુરમાં ચૂંટણી પ્રચાર દરમિયાન પહોંચ્યા હતા જ્યાં તેમણે સ્થાનિક નેતા અને રાષ્ટ્રવાદી કોંગ્રેસના અધ્યક્ષ શરદ પવાર પર બરાબરના પ્રહારો કરતા તેમને શિખામણ પણ આપી હતી કે, તમારા પરિવારમાં કાંઈક તો શિખો.

By

Published : Apr 17, 2019, 5:38 PM IST

ians

મોદીએ અહીં કહ્યું હતું કે, તેમને(શરદ પવાર)ને મારા પરિવાર વિશે જે પણ કહેવું હોય તે કહે તે મારા મોટા ભાઈ સમાન છે, આપણી સંસ્કૃતિ અનુસાર તેઓ આવુ બોલી શકે છે. આ દેશના દરેક ગરીબો મારા પરિવારનો એક ભાગ છે.

તેમણે વધુમાં કહ્યું કે, મહાત્મા ફૂલે, ભગત સિંહ, સુખદેવ, રાજગુરુ, સરદાર પટેલ, વીર સાવરકર જેવા મહાપુરુષોની પારિવારીક પરંપરાથી પ્રેરાયો છે.

પવારને નાયબ વડાપ્રધાન વાઈ.બી.ચૌહાણના પરિવારમાંથી શિખામણ લેવા સલાહ આપી હતી. મોદીએ એમ પણ કહ્યું કે, આ તમામ શાનદાર પરિવારોમાંથી મેં પ્રેરણ લીધી છે તથા મને માર્ગદર્શન મળ્યું છે. કારણ કે, તેમણે દેશ માટે સર્વસ્વ બલિદાન આપી દીધું છે. વાઈ.બી.ચૌહાણ પશ્ચિમ મહારાષ્ટ્રના રહેવાસી હતી.

જો કે, તેમણે એમ પણ કહ્યું હતું કે, કોંગ્રેસ આવા મહાન પરિવારોની કદર કરતું નથી અને ફક્ત એક જ પરિવારને સાચવે છે.

તેમણે શરદ પવારને ચૂંટણી નહીં લડવાની વાત પર પ્રહારો કરતા કહ્યું હતું તેઓ ભાગી રહ્યા છે. અને તેઓ જાણી ગયા છે કે, હવા કઈ બાજુની છે.

ચારે બાજુ ભગવા વાદળો જોઈ તેમણે નિર્ણય લીધો છે કે, ચૂંટણી નથી લડવી. તેમણે જે કર્યું તે સારુ થયું કારણ કે, તેમનું પરિવાર ક્યારેય દેશને નુકાસાન પહોંચાડતું નથી. એટલા માટે તેમણે ચૂંટણી મેદાન છોડી દીધું છે.

ABOUT THE AUTHOR

...view details