ચૂંટણી પ્રચારમાં ઝારખંડ પહોંચેલા વડાપ્રધાને રવિવારે કહ્યું કે, કોંગ્રેસ પાકિસ્તાનનું કાર્ય કરે છે. CAA પર પ્રથમવાર ખુલીને સામે આવેલા વડાપ્રધાને કહ્યું, અમારો નિર્ણય હજાર ટકા સાચો છે. વિપક્ષ ફક્ત બૂમો પાડે છે. તેમની વાત ગોઠવાતી નથી એટલે આગચંપી કરે છે. ઝારખંડ એક સમયે જે પછાત રાજ્ય ગણાતુ હતું તે કોંગ્રેસ અને JMMની કૃપા હતી અને હવે છેલ્લા પાંચ વર્ષમાં ભાજપની સરકારે ઝારખંડને બદલાતા ભારતની નવી ઓળખ સાથે જોડવાનું કામ કર્યું છે.
નાગરિક સંશોધન બિલ હજાર ટકા સાચું: PM મોદી
ઝારખંડ: ઝારખંડ વિધાનસભા ચૂંટણી માટે દુમકામાં એક ચૂંટણીસભાને સંબોધતા વડાપ્રધાને કોંગ્રેસ સહિત અન્ય વિપક્ષોને આડે હાથ લીધા. તેમણે કહ્યું કે, જે કામ પાકિસ્તાન કરતું આવ્યું છે, તે હવે કોંગ્રેસ કરી રહી છે.
તેમણે ઉમેર્યું કે, છેલ્લા પાંચ વર્ષમાં લોકોના જીવનમાં બદલાવની શરૂઆત ઝારખંડથી થઈ છે. ઝારખંડના બાળકોને ભણવા માટે દૂર ન જવું પડે તે માટે પણ સરકાર આયોજન કરી રહી છે. ઝારખંડમાં IIT અને AIIMS જેવા ઉચ્ચ સંસ્થાઓ વિકસાવવાનું કામ પણ ભાજપે કર્યુ. ઝારખંડના 20 એવા જિલ્લા છે, જ્યાં કોંગ્રેસ અને તેના સાથીની વર્ષોની સરકાર હોવા છતાં પ્રાથમિક સુવિધાઓ પહોંચાડી નથી.
જનહિત, જનભાવના અને આપની ઈચ્છા જ અમારા માટે સર્વોપરી છે. ઝારખંડના નાગરિકો માટે તેમનું જીવન સરળ બનાવવા માટે ભાજપ પ્રયત્નશીલ રહ્યું છે. અમારી નીયત અને સેવાભાવ તેના પુરાવા છે. તે જ સેવા ભાવ અહીંના લોકોનું પાણી, જંગલ અને જમીનના અધિકારને સુરક્ષિત કરવાની ગેરેન્ટી આપે છે.