વડાપ્રધાન મોદીએ હરિયાણામાં એક રેલીને સંબોધન કરતા કહ્યું કે, વિપક્ષના નેતાઓ મને હિટલર કહે છે તો બીજા મને નાયાલક દિકરો કહે છે, એટલું જ નહીં મને લોહી પુરુષ, ઉંદર ન જાણે શું શું કહ્યું છે. કોંગ્રેસી નેતાઓ મને રાવણ, સાંપ, વીંછી, ખરાબ માણસ, ઝેર ફેલાવા વાળો પણ કહ્યો છે.
વડાપ્રધાને કહ્યું હતું કે, કોંગ્રેસી નેતાઓ મને ગંદી ગટરનો કીડો પણ કહ્યો છે, તો બીજા મને ગંગૂતેલી કહી રહ્યા છે. તેમના એક નેતાએ મને પાગલ કુતરો પણ કહ્યો છે, તો બીજા નેતા મને ભસ્માસૂર કહી રહ્યા છે. તેમના વધું એક પ્રધાને મને વાયરસ કહ્યો પણ કહ્યો હતો. તો અન્ય એક દાઉદ ઈબ્રાહિમનો દરજ્જો પણ આપ્યો હતો.