વડાપ્રધાન મોદીની રેલીને લઇ સુરક્ષાની પુરતી વ્યવસ્થા કરવામાં આવી છે. આ ચૂંટણી સભાને લઇને કાર્યકર્તાઓ પુરી રીતે તૈયાર છે. વડાપ્રધાનના આગમનને લઇને તૈયારીઓની તપાસ માટે પહોંચેલા ભાજપાના પ્રદેશ ઉપાધ્યક્ષ નિવેદિતા સિંહે જણાવ્યું કે, વડાપ્રધાની સભાને લઇને આસપાસના જિલ્લામાંથી ભારી માત્રામાં જનતા એકત્ર થશે. આ સમગ્ર જનતાના આવ્યા બાદ સાસારામ, આરા, કારાકાટ ઉપરાંત બક્સર વિસ્તારની બધી જ બેઠક પર NDAની જીત નિશ્ચીત થઇ જશે.
અંતિમ તબક્કાના મતદાનને લઇ PM મોદી આજે બિહારમાં... - RALLY
રોહતાસ: વડાપ્રધાન નરેંન્દ્ર મોદી લોકસભાની ચૂંટણીના અંતિમ તબક્કાને લઇને આજે બિહારના સાસારામ ખાતે ચૂંટણી સભાને સંભોધન કરશે. સાસારામના ચંદન પહાડીના પાસેના મેદાનમાં વડાપ્રધાન મોદી રેલીને સંબોધશે. તે સમયે ભાજપાના સાસારામના ઉમેદવાર છેદી પાસવાન માટે વોટની અપીલ કરશે.
અંતિમ તબક્કાની ચૂંટણીને લઇને PM મોદી આજે સાસરામમાં
વડાપ્રધાનને આગમનને લઇ માત્ર કાર્યકર્તા જ નહીં, પરંતુ જનતા પણ એટલી જ ઉત્સાહીત છે. તમને જણાવીએ કે, લોકસભાની ચૂંટણી હવે છેલ્લા તબક્કામાં પહોંચી ગઇ છે. 6 તબક્કાનું મતદાન પૂર્ણ થઇ ગયુ છે. 7માં તબક્કાનું મતદાન 19 મે-ના રોજ યોજાશે. જેને લઇને રાજકીય પાર્ટીઓએ પ્રચાર પ્રસારથી પોતાનો પરચો બતાવી દીધો છે. 7માં અને અંતિમ તબક્કામાં સાસારામમાં પણ મતદાન થશે. જ્યારે 23 મે-ના રોજ પરીણામ સામે આવશે.