ભુવનેશ્વરમાં રોડ શૉ દરમિયાન વડાપ્રધાન મોદીમાં ઘણો ઉત્સાહ જોવા મળી રહ્યો હતો જેના માટે સુરક્ષા અને તંત્રએ ખાસ્સી મહેનત કરવી પડી હતી.
ભુવનેશ્વરમાં વડાપ્રધાન મોદીની રેલીમાં માનવ મહેરામણ ઉમટ્યું - bjp
ભુવનેશ્વર: વડાપ્રધાન મોદીએ ચૂસ્ત બંદોબસ્તની વચ્ચે ભુવનેશ્વરમાં એક વિશાળ રોડ શૉ કર્યો હતો. જેવા મોદી એરપોર્ટ બહાર આવ્યા કે, લોકોના ટોળે ટોળા ભેગા થઈ ગયા હતા. અહીં રોડ શૉમાં લોકોએ મોદી પર ફૂલ વરસાવી સ્વાગત કર્યું હતું.
ani
અહીં ઉલ્લેખનીય છે કે, ઓડિસામાં વડાપ્રધાન મોદીનો આ ત્રીજો કાર્યક્રમ છે. અગાઉ મોદીએ કોરાટપુર જિલ્લાના જયપુર, કાલાહાંડીના ભવાનીપટના, બોલાંગીર જિલ્લાના સોનેપુર અને સુંદરગઢમાં ચૂંટણી પ્રચાર કર્યો હતો. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ પણ 17 એપ્રિલે કટક જિલ્લાના બારામ્બા તથા ઢેંકનાલમાં બે રેલીને સંબોધન કરવાના છે.