શ્રીનગરઃ જમ્મુ-કાશ્મીરના બાંદીપોરમાં કથિત આતંકીઓએભાજપ રાજ્ય કારોબારી સભ્યની ગોળી મારીને હત્યા કરી દીધી છે. આ સાથે નેતાના પિતા અને ભાઈની પણ હત્યા કરાઈ છે. આ ઘટનાની તપાસ કર્યા બાદ કાશ્મીરી અધિકારઓએ નેતાની સુરક્ષામાં તૈનાત 7 પોલીસકર્મીઓને બેજવાબદારીભર્યા વલણને કારણે ધરપકડ કરી હતી.
જમ્મુ-કાશ્મીરમાં BJP નેતાની કરાઈ હત્યા, PM મોદીએ પરિવાર પ્રત્યે વ્યક્ત કરી સંવેદના મળતી માહિતી પ્રમાણે, કથિત આતંકીઓએ ભાજપના કારોબારી સભ્ય વસીમ બારીની પોતાના પિતા અને ભાઈ સહિત ગોળી મારી હત્યા કરી દીધી છે. જમ્મુ પ્રેસ ક્લબની બહાર ભારતીય જનતા યુવા મોર્ચાના કાર્યકર્તાઓને આ મુદ્દે આક્રમક વિરોધ પ્રદર્શન કર્યુ હતું.
BJP નેતાની હત્યાની જાણ થતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સમગ્ર ઘટનાની જાણકારી મેળવી હતી. વડાપ્રધાન કાર્યાલયમાં પ્રધાન જિતેન્દ્ર સિંહે આ વાતની જાણકારી આપી હતી. કેન્દ્રીય પ્રધાન જિતેન્દ્ર સિંહ ટ્વીટ કર્યુ હતું કે, વડાપ્રધાન મોદીએ ફોન દ્વારા ઘટનાની માહિતી મેળવી હતી. તેમજ નેતાના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી.
જમ્મુ-કાશ્મીરમાં BJP નેતાની હત્યા અંગે જિતેન્દ્ર સિંહે આપી માહિતી આ પહેલા હત્યાના મામલામાં જમ્મુ-કાશ્મીરના પોલીસ મહાનિદેશ દિલબાગ સિંહે જણાવ્યું હતું કે, આતંકવાદીઓે ભાજપના વસીમ અહમદ બારીની દુકાન બહાર રાતે લગભગ નવ કલાકે આવ્યાં અને ગોળી મારી હત્યા કરી દીધી હતી. પોલીસના જણાવ્યાનુસાર, આ ઘટનામાં વસીમની સાથે તેના ભાઈ અને પિતાની પણ હત્યા કરવામાં આવી હતી.
જમ્મુ-કાશ્મીરમાં BJP નેતાની કરાઈ હત્યા, હાલ આ ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે. તેમજ નેતાની સુરક્ષામાં તૈનાત 7 પોલીસકર્મીઓની પણ ધરપકડ કરવામાં આવી છે. આગળ વાત કરતાં પોલીસે જણાવ્યું હતું કે, આતંકીઓએ સાઈલેન્સરવાળી રિવૉલ્વરથી ગોળી મારી હતી. વળી આ ઘટનામાં પોલીસ સ્ટેશનથી 10 મીટરના અંતરે થઈ હતી. બુધવાર રાત્રે થયેલી હત્યાની ઘટનાના બાદ કેન્દ્રીય પ્રધાન જિતેન્દ્ર સિંહે ટ્વીટ કર્યુ હતું કે, તે આતંકીઓના આ હિંસક હુમલાથી હચમચી ગયા છે.