ગુજરાત

gujarat

ETV Bharat / bharat

જીતના આશીર્વાદ લેવા કેદારનાથ ધામ પહોંચશે PM મોદી...

દહેરાદુન: વડાપ્રધાન નરેંન્દ્ર મોદી ફરી એકવાર ઉતરાખંડ પ્રવાસ પર જશે. PMનો આ પ્રવાસ લોકસભા ચૂંટણી 2019ના અંતિમ તબક્કાના મતદાન પહેલા 18 મે-ના રોજ હશે. તે સમયે NAMO બદ્રીનાથ અને કેદારનાથ ધામના દર્શન કરશે. આ સમગ્ર પ્રવાસને લઇને તંત્રએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. ડીજી લૉ એન્ડ ઓર્ડર અશોક કુમારે PMના પ્રવાસની સમગ્ર માહિતી આપી છે.

જીતનો આશીર્વાદ લેવા 18 મે કેદારનાથ ધામ પહોંચશે PM મોદી

By

Published : May 15, 2019, 10:43 AM IST

Updated : May 15, 2019, 12:31 PM IST

મંગળવારે મુખ્ય સચિવ ઉત્પલ કુમાર સિંહ અને DGP અનિલ કુમાર રતૂડી સહીત અન્ય અધીકારીઓ કેદારનાથ ધામ પહોંચી સમગ્ર વ્યવસ્થાની તપાસ કરશે. તે સમયે મુખ્ય સચિવે કેદારનાથ યાત્રામાં કેટલાક નક્કી કરેલા વિસ્તારો અને અધિકારીઓ સહિત જે તે વિભાગના અધિકારીઓને સૂચના આપી છે. જેને લઇને મુખ્ય સચિવ કેદારનાથ ધામમાં કેદારનાથ ફુટ પાર્ક, યોગ ધ્યાન ગુફા, ઉરેડા પાવર હાઉસ સહીતનાનું નિરીક્ષણ કરશે. તે સમયે પ્રવાસ નિગમના સચિવ અને અધિકારીઓ ઉપસ્થિત રહેશે.

જીતનો આશીર્વાદ લેવા 18 મે કેદારનાથ ધામ પહોંચશે PM મોદી

પરંતુ માનવામાં આવી રહ્યું છે કે ,ખરાબ હવામાનને કારણે PM મોદીનો પ્રવાસ રદ પણ થઇ શકે છે. PMની સુરક્ષાને ધ્યાનમાં રાખતા APCGની ટીમ બદ્રીનાથ ખાતે પહોંચી છે. મહત્વની વાત તો એ છે કે, PM મોદી વડાપ્રધાન બન્યા પછી પ્રથમ વાર કેદારનાથનો પ્રવાસ કરી રહ્યા છે. તે પહેલા તેઓ ગુજરાતના મુખ્યપ્રધાન હતા તે સમયે તેઓ બદરીનાથ ખાતે આવ્યા હતા.

Last Updated : May 15, 2019, 12:31 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details