આજ રોજ 91 બેઠકો પર પ્રથમ તબક્કાનું મતદાન શરૂ થઇ ગયું છે. 1279 ઉમેદવારો મેદાનમાં ઉતરયા છે અને ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવેલા કાર્યક્રમ અનુસાર, પ્રથમ તબક્કામાં મોટાભાગની બેઠકો પર મતદાન સવારે 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી થશે. ત્યારે PM મોદીએ જંગી મતદાન કરવાની અપીલ કરી છે.
પ્રથમ તબક્કાનું મતદાન શરૂ, PM મોદીએ જંગી મતદાન કરવાની કરી અપીલ
નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણી 2019નું આજે પ્રથમ તબક્કા મતદાન છે. પ્રથમ તબક્કામાં 18 રાજ્યો અને બે કેન્દ્રશાસિત પ્રદેશની 91 લોકસભા બેઠકો માટે મતદાન યોજાઈ રહ્યું છે. પ્રથમ તબક્કાની 91 સીટો પર કુલ 1279 ઉમેદવારો મેદાનમાં છે. 2014માં પ્રથમ તબક્કામાં 72.17 ટકા વોટિંગ થયું હતું.
ફાઇલ ફોટો
PM મોદીને ટ્વિટ કરીને કહ્યું કે, ‘લોકસભા ચૂંટણીમાં આજે પ્રથમ તબક્કાનું મતદાન છે. લોકતંત્રના આ મહોત્સમાં હિસ્સો લેવા તમામ મતદારોને મારી વિનંતી છે. વધુને વધુ સંખ્યામાં મતદાન કરો. પહેલા મતદાન, પછી જલપાન.’