ગુજરાત

gujarat

ETV Bharat / bharat

વિકાસની સાથે ભારતે પ્રકૃતિ અને આર્થિક સંતુલન પણ જાળવ્યું છેઃ PM મોદી

ઉત્તરપ્રદેશઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉત્તર પ્રદેશના મથુરા જિલ્લામાં રાષ્ટ્રીય પશુ રોગ નિયંત્રણ કાર્યક્રમ લોન્ચ કર્યો હતો. અહીં કાર્યક્રમમાં હાજર લોકોને સંબોધિત કરતાં તેમણે કહ્યું હતુ કે, નવા જનાદેશ બાદ કૃષ્ણની નગરીમાં પહેલીવાર આવવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયુ છે.

વિકાસની સાથે ભારતે પ્રકૃતિ અને આર્થિક સંતુલન પણ જાળવ્યું છેઃ PM મોદી

By

Published : Sep 11, 2019, 2:45 PM IST

વડાપ્રધાન મોદીએ સંબોધન કરતાં કહ્યું કે, આ ચૂંટણીમાં ઉત્તર પ્રદેશે મને ખૂબ સહયોગ કર્યો છે. દેશહિતમાં તમારો નિર્ણય માટે વ્રજભૂમિથી આપ સહુનું વંદન કરું છુ. આપના આદેશ પ્રમાણે 100 દિવસમાં અભૂતપૂર્વ કામ કરીને બતાવ્યું છે. મને વિશ્વાસ છે કે દેશના વિકાસ માટે આપનું સમર્થન અને આશીર્વાદ મળતા રહેશે. વડાપ્રધાન મોદીએ કહ્યું, વ્રજભૂમિએ હંમેશા વિશ્વને અને માનવતાને પ્રેરીત કરી છે. આજે આખુ વિશ્વ પર્યાવરણ, સંરક્ષણ માટે રોલ મોડલ શોધી રહ્યું છે, પરંતુ ભારત પાસે ભગવાન શ્રીકૃષ્ણ જેવા પ્રેરણાસ્ત્રોત હંમેશા રહ્યા છે. જેની કલ્પના પર્યાવરણ પ્રેમ વગર અધૂરી છે. પર્યાવરણ અને પશુધન હંમેશા ભારતના આર્થિક ચિંતન માટે મહત્વપૂર્ણ ભાગ રહ્યો છે.

પ્રકૃતિ અને આર્થિક વિકાસમાં સંતુલન જાળવી આપણે સશક્ત અને નવા ભારતના નિર્માણ તરફ આગળ વધી રહ્યાં છે. આજે સ્વચ્છતા એ જ સેવા અભિયાનની શરૂઆત થઈ છે. નેશનલ એનીમલ કંન્ટ્રોલ પ્રોગ્રામ પણ લોન્ચ કરાયો છે. પશુઓના સ્વાસ્થ્ય, પોષણ, ડેરી ઉદ્યોગ અને કેટલીક અન્ય પરિયોજનાઓ પણ શરૂ થઇ છે.

ABOUT THE AUTHOR

...view details