ગુજરાત

gujarat

ETV Bharat / bharat

પાકિસ્તાન કે ભ્રષ્ટાચારી, કોઈથી ડરતો નથીઃ PM મોદી - lok sabha 2019

કલબુર્ગી(કર્ણાટક): વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલ કર્ણાટકના પ્રવાસે છે. તેમણે કલબુર્ગીમાં એક રેલીને સંબોધન કરી હતી જ્યાં તેમણે વિપક્ષ પર અનેક પ્રહારો કર્યા હતા. PM મોદીએ કહ્યું કે, વિપક્ષ તેમને હટાવાની કોશિશ કરી રહ્યા છે, જ્યારે તે આતંકવાદ, ગરીબી અને ભ્રષ્ટાચારને દૂર કરવાની કોશિશ કરે છે.

સ્પોટ ફોટો

By

Published : Mar 6, 2019, 7:09 PM IST

Updated : Mar 6, 2019, 7:37 PM IST

વધુમાં મોદીએ કહ્યું કે, ‘જે વ્યક્તિને 125 કરોડ લોકોના આશીર્વાદ પ્રાપ્ત હોય તેને કોઈથી ડરવાની શું જરૂર ? પછી તે હિન્દુસ્તાન હોય, પાકિસ્તાન હોય, ચોર હોય કે બેઈમાન હોય. મને ભારતના 125 કરોડ લોકોએ આ તાકાત આપી છે.’

તેમણે 26 ફેબ્રુઆરીએ પાકિસ્તાનના આંતકી સ્થાનો પર ભારતીય વાયુ સેનાના હુમલાનો હવાલો આપતા કહ્યું કે, ‘વિશ્વ નવા પ્રકારના સાહસનું સાક્ષી બની રહ્યું છે. આ સાહસ મોદીનું નહી, ભારતના 125 કરોડ લોકોનું છે.’

વડાપ્રધાને ‘મહાગઠબંધન’ને ‘મહામિલાવટ’ જણાવ્યું અને કહ્યું કે, દેશને મજબૂત સરકારની જરૂરત છે. કર્ણાટકમાં એક નિશ્ચિત સરકાર છે અને મુખ્યપ્રધાન એચ.ડી. કુમારસ્વામી રિમોટ નિયંત્રિત મુખ્યપ્રધાન છે. કોંગ્રેસ-જદ(એસ) ગઠબંધન લોકોની પીઠ પાછળ વાર કરીને સત્તામાં આવ્યો છે.

મોદીએ રાજ્ય સરકાર પર ખેડૂતો સાથે અન્યાય કરવાનો આરોપ લગાવતા ક્હ્યું કે, તે પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજના લાગૂ કરવામાં સહયોગ કરતા નથી.

વધુમાં કહ્યું કે, જો રાજ્ય સરકાર દીવાલ ઊભી કરવાની કોશિશ કરશે, તો રાજ્યના ખેડૂતો તેને સમાપ્ત કરી દેશે. પૂર્વોત્તરનો વિકાસ તેમની સરકારની પ્રાથમિકતા છે.

Last Updated : Mar 6, 2019, 7:37 PM IST

ABOUT THE AUTHOR

...view details