ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ગીરના જંગલમાં સિંહની વસ્તીમાં 29 ટકાનો વધારો, પીએમ મોદીએ વ્યક્ત કરી ખુશી - increase in Asiatic lion population

વડાપ્રધાન મોદીએ ગુજરાતના ગીર જંગલમાં એશિયાઇ સિંહોની વસ્તીમાં વધારો થવા માટે આ કાર્ય સાથે સંકળાયેલા લોકોને શ્રેય આપ્યો હતો. જણાવી દઈએ કે આ વખતે સિંહોની સંખ્યામાં 29 ટકાનો વધારો થયો છે.

ગીરના જંગલમાં સિંહની વસ્તીમાં  29 ટકાનો વધારો, પીએમ મોદીએ વ્યક્ત કરી ખુશી
ગીરના જંગલમાં સિંહની વસ્તીમાં 29 ટકાનો વધારો, પીએમ મોદીએ વ્યક્ત કરી ખુશી

By

Published : Jun 10, 2020, 10:57 PM IST

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, ગુજરાતના ગીરમાં એશિયાઇ સિંહોની વસ્તીમાં 29 ટકાનો વધારો થયો છે. આ માટે તેમણે ગુજરાતની જનતા અને આ ભવ્ય સિદ્ધિ સાથે સંકળાયેલા લોકોને અભિનંદન આપ્યા હતા.

બુધવારે વડાપ્રધાન મોદીએ ગુજરાતમાં એશિયાઇ સિંહોની વસ્તીમાં વધારો થવાના સમાચાર શેર કર્યા હતા. પીએમ મોદીએ ટ્વીટ કરીને કહ્યુ કે, ખુબ જ સારા સમાચાર, ગુજરાતના ગીર જંગલમાં રહેતા એશિયાટિક સિંહોની વસ્તીમાં 29 ટકાનો વધારો થયો. ભૌગોલિક રીતે, વિતરણ ક્ષેત્રમાં 36 ટકા જેટલો વધારો છે. ગુજરાતના લોકો અને જેમણે આ માટે પ્રયત્નો કર્યા છે તે બધાના પરાક્રમને સલામ..

5 જૂન પૂનમે સિંહોની ગણતરી કરવામાં આવી હતી. 1400 જેટલા વનકર્મીઓ આ સિંહની ગણતરીમાં જોડાયા હતા. 2020માં ગીરના જંગલમાં એશિયાટિક સિંહોની સંખ્યા 674 પર પહોંચી ગઈ છે. તો આ સમાચારથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ખુશ થયા છે. તેમણે ટ્વીટ કરીને ખુશી વ્યક્ત કરી છે.

વર્ષ 2015માં જ્યારે સિંહોની ગણતરી કરવામાં આવી હતી ત્યારે સિંહોની સંખ્યા 523 હતી. હવે વનવિભાગ દ્વારા 30 હજાર ચોરસ કિલોમીટર જંગલ વિસ્તારમાં સિંહોની ગણતરી કરવામાં આવી છે. 2020માં આ સંખ્યા 674 પર પહોંચી છે. જેમાં પુખ્ત સિંહોની વાત કરવામાં આવે તો 161 નર અને 260 માદા સિંહ છે. પાઠડા સિંહોની સંખ્યામાં 45 નર અને 49 માદા છે. જ્યારે 22 વણઓળખાયેલા છે. તો સિંહ બાળની સંખ્યા 137 હોવાનું સામે આવ્યું છે.

પ્રથમવાર ગીરમાં આધુનિક ટેક્નોલોજીથી ગણતરી હાથ ધરવામાં આવી છે. આ વખતે જર્મન ટેક્નોલોજીના રેડિયો કોલરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. સેટેલાઇટ મારફતે સિંગોને લગાવેલ રેડિયો કોલર દ્વારા સિંહોનું લોકેશન મેળવવામાં આવ્યું હતું.

ABOUT THE AUTHOR

...view details