ન્યૂઝ ડેસ્કઃ કોવિડ-19 દર્દીઓ કે જેઓ સામાન્યથી ગંભીર સ્વરૂપમાં શ્વાસ લેવાની તકલીફથી પીડાય છે. તેમનું જીવન બચાવવામાં પ્લાઝ્મા થેરાપી વધુ ઉપયોગી હોવાનું જણાયું છે. પ્લાઝ્મા દાન માટે વધુને વધુ રિકવર થયેલા દર્દીઓને પ્રોત્સાહિત કરવા એ સમયની જરૂર છે. બીમારીથી સંક્રમિત થવાના ડરથી દર્દીઓ બહાર આવવા અને દાન આપવાની સાવચેતી રાખે છે. ETV ભારત સુખીભવાએ એમ.બી.બી.એસ., ડી.સી.એચ., સી.ઈ.ઓ., થેલેસેમિયા અને સીક્લ સેલ સોસાયટી, હૈદરાબાદના ડૉક્ટર સુમન જૈન સાથે વાત કરી હતી.
- કોવિડ-19 ટ્રીટમેન્ટમાં પ્લાઝ્મા થેરાપીનો ઉપયોગ શું છે?
કોવિડ-19ના સમયમાં પ્લાઝ્મા થેરાપી માટે પ્લાઝ્મા ફક્ત એવા દર્દીઓ પાસેથી લઈ શકાય છે કે, જેઓ કોવિડ-19 ચેપથી સાજા થયા છે. તેમને કનવલેસન્ટ પ્લાઝ્મા કહેવામાં આવે છે. તે કોવિડ-19 વિરોધી એન્ટિબોડીઝમાં સમૃદ્ધ છે અને ફક્ત તે દર્દીઓ માટે જ મદદરૂપ છે, જેઓ ગંભીર સ્થિતિમાં/આઇસીયુમાં છે. 90% દર્દીઓને પ્લાઝ્મા થેરાપીની જરૂર નથી.
- પ્લાઝ્મા દાન કોણ કરી શકે છે ?
- જે લોકો 14 દિવસમાં સાજા થઈ ગયાં છે, તે લોકો પ્લાઝ્મા દાન કરી શકે છે. પ્લાઝ્મા ડોનેશન માટે કોવિડ-19નો નેગેટિવ લેબ રિપોર્ટ આવશ્યક નથી.
- વ્યક્તિ તંદુરસ્ત હોવો જરુરી છે.
- વ્યક્તિની ઉંમર 17 વર્ષથી વધુ હોવી જોઈએ,
- રક્તદાન કરવા માટે પૂરતા પ્રમાણમાં લોહી હોવું જરુરી છે.
- HIV પોઝિટિવ લોકોએ પ્લાઝ્મા ડોનેટ કરવો જોઈએ નહીં.
- હિપેટાઈટીસ બી અને હિપેટાઈટીસ સીના લોકો ડોનેટ કરી શકે નહીં.
- HTLV પોઝિટિવ લોકો પ્લાઝમા ડોનેટ કરી શકે નહીં
ડ્રગ્સ માટેના ઈન્જેક્શન અથવા બોડી બિલ્ડિંગ માટેના ઈન્જેક્શન લીધા હોય તો પ્લાઝ્મા ડોનેટ કરી શકાય નહીં.
- સારવાર કરાયેલા દર્દીએ કેમ દાન કરવું જોઈએ?
સારવાર કરાયેલા દર્દી દાન કરી શકે છે, કારણ કે તેમને કોવિડ-19 ચેપ સામે લડવા માટે એન્ટિબોડી હશે. એક દર્દી દ્વારા દાન કરવામાં આવેલા પ્લાઝ્માનો ઉપયોગ બે દર્દીઓની સારવાર માટે થઈ શકે છે.
- કેટલી વાર પ્લાઝ્મા દાન કરી શકાય ?